<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

જામનગરના રણજીતસાગર ડેમમાં ચાલતી ગેરકાયદે માછીમારી બંધ કરાવવા માટે સયુંકત ઓપરેશન શરૂ

બે કી,મી,થી વધુની માછીમારીની જાળ કબ્જે લેવાઈ

જામનગર શહેરના રણજીતસાગર ડેમમાં ચાલતી ગેરકાયદેસર માછીમારી પ્રવૃત્તિને બંધ કરાવવા માટે  સિક્યુરિટી ઓફિસર અને ફાયર વિભાગ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને લગભગ 2 km થી વધુની માછીમારીની જાળ કબજે કરવામાં આવી હતી જે ઝાળ લઈ જવા માટે ચાર ફેરા કરવા પડ્યા હતા. એટલી મોટી ઝાળ હતી આ કામગીરી દરમિયાન સિક્યુરિટી ના લોકો ફાયરની બોટ માં ડેમની અંદર ગયા હતા અને કાર્યવાહી કરી હતી


 

(12:32 AM IST)