<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરી અને હાફુસ કેરીની વધતી આવક : જાણો આજનો ભાવ

જાણો કાચી અને પાકી કેરીનો ભાવ શું છે અને કેટલી આવક થઈ

 

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે કેસર કેરી અને હાફુસ કેરીની આવક થઈ છે. આવો જોઈએ તેનો કાચી અને પાકી કેરીનો ભાવ શું છે અને કેટલી આવક થઈ છે.

ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 10 કિલો બોક્સનો ભાવ 1000 થી 4000 રૂપિયા રહ્યો હતો.ગોંડલ યાર્ડમાં આજે હાફુસ કેરીના 10 કિલો બોક્સનો ભાવ 2000 થી 3000 રૂપિયા રહ્યો હતો.

ગોંડલ યાર્ડમાં કેસર કેરીના 210 બોક્સની આવક થઈ હતી.ગોંડલ યાર્ડમાં હાફુસ કેરીના 134 બોક્સની આવક થઈ હતી.

 ગોંડલ યાર્ડમાં કાચી કેરીનો ભાવ 20 કિલોનો 700 થી 1600 રહ્યો હતો. ગોંડલ યાર્ડમાં કુલ 603 બોક્સ કાચી કેરીની આવક થઈ હતી. રાજકોટ યાર્ડમાં 59 ક્વિન્ટલ કાચી કેરીની આવક થઈ હતી. જેનો ભાવ 900 થી 1150 બોલાયો હતો.

(1:00 AM IST)