<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

ભુજમાં એસ.પી કચેરી નજીક જ યુવાન પર કરાયેલ જીવલેણ હુમલામાં ફરાર બે આરોપીઓ રાજસ્થાનથી ઝડપાયા

અસામાજિક તત્વો સામેની સરકારની ઝુંબેશ વચ્ચે બજાજ ફિન સર્વનાના નાણાં વસૂલવા છરી વડે જાહેરમાં હુમલો કરાયાની ચર્ચાથી ચકચાર

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૫ :  એકબાજુ રાજ્ય સરકારે અસામાજિક તત્વો સામે કાયદાનો ધોકો પછાડી કડક પગલાં ભરવાની ઝુંબેશ શરૂ કરી છે. બીજી બાજુ જિલ્લા મથક ભુજમાં એસપી કચેરી નજીક જ ખાનગી ફાઇનાન્સ કંપનીના નાણાં વસૂલવા જ્યુબીલી ગ્રાઉન્ડ નજીક મારામારી સાથે હિંસક હુમલાના બનાવે ચકચાર સાથે ચર્ચા છેડી છે. જોકે, આ ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓ અક્ષયરાજસિંહ વાઘેલા, જુવાનસિંહ બનેસંગ સોઢા, સત્યરાજસિંહ ઉમેદસિંહ વાઘેલા અને ભાવેશ ગોસ્વામી નાસી છૂટ્યા હતા. જાહેર સ્થળે છરી વડે થયેલ આ હુમલાએ ભુજ સાથે સમગ્ર જિલ્લામાં ચકચાર સર્જતા પોલીસ દોડતી થઈ હતી. અંતે પશ્ચિમ કચ્છ એલસીબી પોલીસે બે આરોપીઓ સત્યરાજસિંહ ઉમેદસિંહ વાઘેલા અને જુવાનસિંહ બનેસંગ સોઢાને રાજસ્થાનના ભીનમાલના ઝાલોરથી થાર જીપ સાથે ઝડપી પાડ્યા હતા. હજી બે આરોપીઓ ફરાર છે.

(9:36 AM IST)