<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

મહુવામાં ૩ બાળા સાથે પુના ઉર્ફે પુનજી ડોળાસીયાનો અડપલાનો પ્રયાસ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. રપઃ ભાવનગર જિલ્લાના મહુવા પંથકના ગામમાં દરિયા કિનારે છ થી આઠ વર્ષની ત્રણ પિતરાઇ બહેનો રમતી હતી ત્‍યારે પુના ઉર્ફે પુનજી ડોળાસિયા નામનો શખ્‍સ આવ્‍યો હતો અને ત્રણેય બાળાને આઇસક્રીમની પ્‍યાલી અપાવવાની લાલચ આપી બાવળની ઝાડીમાં લઇ ગયો અને અને અડપલાનો પ્રયાસ કર્યો હતો. બાળાઓને બાવળની ઝાડીમાં લઇ જતા શખ્‍સને એક યુવતી જોઇ જતા તેણે દોડીને બાળાની માતાને વાત કરતા ઘરના સભ્‍યો દોડી જતા શખ્‍સ ફરાર થઇ ગયો હતો.

પરિવારજનોએ ત્રણેય બાળાને મહુવા હોસ્‍પિટલ લઇ જતા મેડિકલ પરીક્ષણમાં બાળાઓ સાથે કોઇ અઘટિત બનાવ બન્‍યો ન હોવાનું ખુલતા પરિવારે રાહત અનુભવી હતી.

આ બનાવ અંગે બાળાની માતાએ શખ્‍સ વિરૂદ્ધ મહુવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શખ્‍સ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(10:51 AM IST)