News of Tuesday, 25th March 2025
ચલાલામાં કાનજી ભુટા બારોટ સ્મૃતિ ભવન બનાવાશે
અમારા વિસ્તારમાં શ્રી રામકથા થાય તેવી પૂ. મોરારીબાપુ પાસે ઇચ્છા વ્યકત કરતા પૂ. ડો. રતિદાદા : અમરેલી જીલ્લાના ચલાલાના ગાયત્રી સંસ્કાર ધામમાં ડો. નિરંજન રાજયગુરૂ અને મેરાણ ગઢવીને કાનજી ભુટા બારોટ એવોર્ડ અર્પણ : પૂ. ડો. રતિદાદા દ્વારા અનેક સમાજ ઉપયોગી સેવા કાર્યો સાથે એવોર્ડ આપવાનું સુંદર કાર્ય ખુબજ સરાહનીયઃ પૂ. મોરારીબાપુ

જુનાગઢઃ પૂ. મોરારીબાપુની ઉપસ્થિતીમાં ચલાલામાં પૂ. ડો. રતિદાદાની આગેવાનીમાં ચલાલામાં કાનજી ભુટા બારોટ એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો હતો.(તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. રપઃ ચલાલા ગાયત્રી સંસ્કાર ધામમાં પૂ. શ્રી ડો. રતિદાદના વરદ હસ્તે પૂ. મોરારીબાપુની પ્રેરક ઉપસ્થિતીમાં કાનજી ભુટા બારોટ એવોર્ડ-ર૦રપ ડો. નિરંજન રાજયગુરૂ અને મેરાણ ગઢવીને આપવામાં આવ્યો હતો.
આ તકે પૂ. મોરારીબાપુએ જણાવ્યુ હતુ કે, પૂ. ડો. રતિદાદા દ્વારા સમાજ ઉપયોગી શ્રેષ્ઠ કાર્યો થઇ રહયા છે. જેમાં કાનજી ભુટા બારોટ એવોર્ડ આપવાનું સુંદર કાર્ય શરૂ કર્યુ એ સરાહનીય છે. અને એ માટે હું આપની સાથે છું.
પૂ. ડો. રતિદાદાએ પૂ. મોરારીબાપુ પાસે અમારા ચલાલા વિસ્તારમાં શ્રી રામકથા થાય તેવી લાગણી-પ્રાર્થના વ્યકત કરી હતી.
આ તકે યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલ ગાયત્રી સંસ્કારધામ દ્વારા ચલાલામાં કાનજી ભુટા બારોટ સ્મૃતિ ભવન બનાવવાની જાહેરાત મહેશભાઇ મહેતા દ્વારા કરવામાં આવી હતી.
આ તકે મનુભાઇ બારોટે જણાવ્યુ કે આ કાર્યક્રમથી અમારો સમગ્ર બારોટ પરિવાર ખુબજ રાજીપો વ્યકત કરે છે.
યુગનિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા સંચાલિત ગાયત્રી સંસ્કાર ધામ ખાતે હેલીકોપ્ટર દ્વારા સંતશ્રી પૂ. મોરારીબાપુની પ્રેરક ઉપસ્થિતીમાં પૂ. શ્રી ડો. રતિદાદની પ્રેરણાથી ડો. નિરંજન રાજયગુરૂ (સાહિત્ય રત્ન) અને મેરાણ ગઢવી (લોક સાહિત્યકાર) ને કાનજી ભુટા બારોટ એવોર્ડ ર૦રપ થી સન્માનિત કરાયા હતા.
એવોર્ડ કાર્યક્રમનો શુભારંભ સંતોની ભાવવંદના તેમજ દીપપ્રાગટયથી કરવામાં આવ્યો હતો. જેમાં પૂ. મોરારીબાપુ, પૂ. ડો. રતિદાદા, પૂ. રઘુવીરગીરીબાપુ, મનુભાઇ બારોટ, ડો. નિરંજન રાજયગુરૂ, મેરાણ ગઢવી, ધીરૂભાઇ સરવૈયા, ગોપાલભાઇ બારોટ, મંગલ રાઠોડ, સુખદેવભાઇ ધામેલીયા, ધારા સભ્ય જે.વિ.ભાઇ કાકડિયા સહીત અનેક મહાનુભાવો જોડાયા હતા
(11:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
