<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

વાંકાનેર સોસાયટીના મોહીન મોટાણીને પાસા તળે સુરત જેલમાં ધકેલી દેવાયો

મારામારી, ફરજમાં રૂકાવટના ગુનાઓમાં સામેલઃ માલવીયાનગર પોલીસે વોરન્‍ટ બજવણી કરી

રાજકોટ તા. ૨૫: મારામારીના ગુનાઓમાં સામેલ વધુ એક શખ્‍સને પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ પાસા તળે જેલમાં ધકેલી દીધો છે.

બજરંગવાડી વાંકાનેર સોસાયટી-૩/૪માં રહેતાં મોહીન યાકુબભાઇ મોટાણી (ઉ.વ.૨૧)ને પાસામાં ધકેલવાની દરખાસ્‍ત માલવીયાનગર પોલીસે જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી બી. જે. ચોૈધરીની રાહબરીમાં તૈયાર કરતાં તે મંજુર થઇ હતી અને મોહીનને સુરત જેલમાં ધકેલવા હુકમ થયો હતો.

મોહીન અગાઉ માલવીયાનગર, પ્ર.નગર ગાંધીગ્રામ પોલીમસાં મારામારી, ફરજમાં રૂકાવટના ગવુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્‍યો હતો. પાસા વોરન્‍ટ બજવણીની કાર્યવાહી પીઆઇ જે. આર. દેસાઇ, પીએસઆઇ ડી. એસ. ગજેરા, એએસઆઇ હિરેનભાઇ પરમાર, હેડકોન્‍સ. મહેશભાઇ રૂદાતલા, શૈલેષભાઇ ખીહડીયા, અજયભાઇ વીકમા, દિનેશભાઇ બગડા, જયદેવસિંહ પરમાર, કોન્‍સ. મનિષભાઇ, ચિત્રકેતુસિંહ, ભાવશેભાઇ, જયદિપસિંહ, મયુરદાન, અમરદિપસિંહ, પીસીબીના એમ.આર. ગોંડલીયા, રાજુભાઇ દહેકવાલ, ઇન્‍દ્રજીતસિંહ સીસોદીયાએ કરી હતી.

(11:21 AM IST)