News of Tuesday, 25th March 2025
ભાણવડમાં હત્યાના પ્રયાસના ગુન્હામાં આરોપી હાર્દિક કનારાની ધરપકડ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. રપ :.. રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ તથા પોલીસ અધિક્ષકશ્રી નીતેશ પાંડેય ની સુચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક જામ ખંભાળીયા વિભાગના સાગર રાઠોડ માર્ગદર્શન હેઠળ ભાણવડ ટાઉનમાં પટેલ જોકર પાનની દુકાન પાસે થયેલ ખુનની કોશિશનો ભેદ ઉકેલવા ભાણવડ I/C પો.ઇન્સ. શ્રી કે.કે.મારૂ સાહેબ તથા પો.સબ.ઇન્સ. પી.જે.ખાંટ તથા પો.સબ.ઇન્સ.શ્રી એન.એન.વાળાની સુચના કરેલ હતી.
ફરીયાદી ધવલભાઇ નાજાભાઇ વિંઝવા રહે ભાણવડ પંચવટી ૨ પટેલ સમાજ પાસે તા ભાણવડ જી દેવભૂમિ દ્વારકા વાળાએ જણાવેલ હોય કે આ કામેના નીચે જણાવેલા આરોપી પાસેથી પૈસાની લેવડ દેવડ હોય જેથી આરોપી પાસેથી પૈસા માંગતા આ કામેના આરોપીએ પૈસા દેવાની ના પાડી તેમજ પ્રાણઘાતક હથીયાર ધારણ કરી આડેધડ શરીરે ગંભીર ઇજાઓ કરી નાશી ગયેલ હતો.
જેથી પોલીસ હાર્દિક વેજાણંદભાઈ કનારા ઉ.વ.૨૪ ધંધો.ખેતીકામ રહે.ફતેપુર પાટીયા પાસે, મોટા કાલાવડ ગામની સીમ તા-ભાણવડ જી.દેવભુમી દ્વારકાને ઝડપી પાડયો છે.
આ કામગીરી ભાણવડ I/C પો.ઇન્સ. શ્રી કે.કે. મારૂ એ.એસ.આઇ ગીરીશભાઈ ગોજીયા, કેશુરભાઇ ભાટીયા, દુદાભાઇ લુવા, પો.હેડ કોન્સ. જેશાભાઇ બેરા, શક્તિસિંહ ઝાલા, જીતુભાઇ જામ, વિપુલભાઇ મોરી, કિશોરસીંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, મયુરભાઇ ગોજીયા, પો.કોન્સ વેજાણંદભાઇ બેરા, અજયભાઇ ભારવાડીયા સ્ટાફ વિગેરે નાઓએ સંયુકતમા કરેલ છે.
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
