<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

ભાણવડ પોલીસ અને વિજ ટીમ દ્વારા અસામાજીક તત્‍વો સામે કાર્યવાહીઃ ર.૮ર લાખનો દંડ

 

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. રપઃ રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક  અશોકકુમાર યાદવ  તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક  નિતેશ પાંડેયની સુચના મુજબ  હાર્દીક પ્રજાપતિ નાયબ પોલીસ અધિક્ષક જામ ખંભાળીયા વિભાગ  માર્ગદર્શન મુજબ ભાણવડ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં અસામાજીક તત્‍વોની ગેરકાયદેસરની પ્રવળતી ડામી દેવા અને તેઓની ગેરકાયદેસરની પ્રવળતી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હતી.

ભાણવડ પોલીસ સ્‍ટેશનમા વિસ્‍તારમાં આવેલ અને અસામાજીક પ્રવળતી સાથે સંકળાયેલ ઇસમનો યાદી તૈયાર કરવામાં આવેલ જે અંતર્ગત આજરોજ તા.૨૪/૦૩/૨૦૨૫ ના રોજ ઉપરોક્‍ત અધિકરીશ્રીની સુચના અને માર્ગદર્શન મુજબ શ્રી સાગર રાઠોડ સાહેબ નાયબ પોલીસ અધિક્ષકશ્રી નાઓની આગેવાની હેઠળ પોલીસ સ્‍ટાફના શ્રી કે.કે. મારૂ આઇસી પોલીસ ઇન્‍સ. ભાણવડ તથા  પી.જે.ખાંટ પો.સબ.ઇન્‍સ. ભાણવડ તથા એન.એન.વાળા પો.સબ ઇન્‍સ. ભાણવડ તથા પોલીસ કર્મચારીઓ- ૧૮ તથા પી.જી.વી.સી.એલ.કચેરી ભાણવડ ના અધિકારી/કર્મચારીઓ કુલ-૦૫ મળી અલગ અલગ ટીમ બનાવવામાં આવેલ અને અસામાજીક પ્રવળતી સાથે સંકળાયેલ કુલ- ૦૪ ઇસમોને ત્‍યા વિજ ચેકીંગ હાથ ધરવામાં આવેલ હતુ.

 (૧) હૈદર ગુલમામદભાઈ હાલા રહે.ચોખંડા ગામ (૨) નામોરી ગુલમામદભાઇ ધુધા રહે,સેવક દેવરીયા ગામ (૩) ઓસમાણ હાસમભાઇ સેઠા રહે,ધારાગઢ ગામ (૪) ભરત બાવનજીભાઇ બાટા રહે. મોરઝર ગામ વાળાઓને ત્‍યા વિન ચેકીંગ કરતા વિજ ચોરી કરતા રંગે હાથે પકડાયેલ હતા. જે બાબતે સાથેના પી.જી.વી.સી.એલ.ના અધિકારી/કર્મચારીઓ દ્વારા આશરે રૂપીયા - ૨,૮૨,૪૯૨/- ના દંડ આપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ કામગીરી શ્રી સાગર રાઠોડ સાહેબ નાયબ પોલીસ અધિક્ષકશ્રી  કે.કે. મારૂ I/C પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર ભાણવડ  પી.જે.ખાંટ પો.સબ.ઇન્‍સ. ભાણવડ, એન.એન.વાળા પો.સ.ઇ.ભાણવડ  તથા ભાણવડ પો.સ્‍ટે.ના કર્મચારીઓ તથા પી.જી.વી.સી.એલ.કચેરી ભાણવડ ના અધિકારીશ્રી કર્મચારીઓએ કરી છે.

(12:00 PM IST)