તા. ૧૦ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૬ સોમવાર
News of Tuesday, 25th March 2025
જામનગરની જેટકો કંપનીમાં રાજ્યભરના ઉમેદવારો પહોંચ્યા : કંપનીના એક નિર્ણયથી ઉમેદવારોમાં ભારોભાર રોષ ફેલાયો
400થી વધુ ઉમેદવારો ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા ઉમટી પડ્યા :માત્ર ત્રણ જિલ્લામાંથી ઉમેદવારો બોલાવ્યા હોવાનો જેટકોનો દાવો

જામનગરની જેટકો કંપનીમાં રાજ્યભરના ઉમેદવારોમાં જમાવડો થયો છે. જેમાં લાઈન મેન એપ્રેન્ટિસની ભરતીમાં ઉમેદવારો ઉમટી પડ્યા છે. તેમાં 400થી વધુ ઉમેદવારો ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા ઉમટી પડ્યા છે. માત્ર ત્રણ જિલ્લામાંથી ઉમેદવારો બોલાવ્યા હોવાનો જેટકોનો દાવો છે. ત્યારે રાજ્યભરમાંથી આવેલા ઉમેદવારોમાં જેટકો સામે ભારોભાર રોષ ફેલાયો છે. કારણ કે ભરતી જાહેરાતમાં ક્યાંય ત્રણ જિલ્લાનો ઉલ્લેખ જ નથી તેમ ઉમેદવારોએ જણાવ્યું છે.
ઘરના પૈસા ખર્ચી દૂરથી આવેલા ઉમેદવારોને પરત જવા જેટકોએ જણાવ્યું છે. જામનગરમાં જેટકો એપ્રેન્ટીસ લાઈનમેનની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ઉમેદવારો મોટી સંખ્યામાં ઉમટ્યા હતાં. આ દરમિયાન ઉમેદવારો એ હોબાળો કરતા વાતાવરણ ગરમાવ્યું હતું. જેમાં માત્ર ત્રણ જિલ્લાના ઉમેદવારોને બોલાવ્યા હતાં. જેમાં વધુ ઉમેદવારો આવતા હોબળો થયો છે. આ સમગ્ર ઘટના અંગે જેટકોના અધિકારીઓ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે તેઓ દ્વારા માત્ર જામનગર દ્વારકા સહિત ત્રણ જિલ્લાના ઉમેદવારોને જ બોલાવ્યા હતાં જ્યારે ઉમેદવારો એવું જણાવી રહ્યા હતાં કે ભરતીની જાહેરાતમાં ક્યાય પણ ત્રણ જિલ્લાનો ઉલ્લેખ જ નથી. જેટકો દ્વારા ત્રણ જિલ્લા સહિત અન્ય જિલ્લામાંથી આવેલા ઉમેદવારોને સ્વખર્ચે પરત જવાનું કહેતા ઉમેદવારો રોષે ભરાયા હતા.
આ ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા 400 થી વધુ ઉમેદવારો ઉમટી પડયા હતા. રાજ્યભરમાંથી ઉમેદવારો ભરતી પ્રક્રિયા માટે પહોંચ્યા હોવાથી હવે માત્ર ત્રણ જિલ્લાનું કહેતા તે સિવાયના ઉમેદવારોને પરત ફરવાનું જેટકો દ્વારા જણાવાતા ઉમેદવારોમાં રોષ ફેલાયો હતો. અને ઉમેદવારોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કર્યો છે.
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
