News of Tuesday, 25th March 2025
જામનગર મહાનગર પાલિકા દ્વારા ઢોર પકડવાની ઝુંબેશ
છેલ્લા એક સપ્તાહ દરમિયાન જુદી જુદી ૪ ટિમો દ્વારા ૧૦૩ રસ્તે રઝળતા ઢોર પકડી લેવાયા

(મુકાંે બદિયાણી દ્વારા) જામનગર તા.૨૫: જામનગર મહાનગરપાલિકા ની સોલિડ વેસ્ટ શાખા દ્વારા શહેરમાંથી રસ્તે રઝળતા પશુઓને પકડવા માટેની ઝુંબેશ ચાલુ રાખવામાં આવી છે, અને શહેરમાં અલગ અલગ ચાર ટિમને દોડતી કરવામાં આવી છે. જેમાં વહેલી સવારે એક ટીમ કાર્યરત છે. જ્યારે બપોરના સમયે બે ટીમને દોડતી કરાવાઈ રહી છે. ઉપરાંત રાત્રિ ના સમયે પણ એક ટીમ રસ્તે રઝળતા ઢોરને પકડી રહી છે.
છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરી વિસ્તારમાંથી ૧૦૩ પશુઓને પકડવામાં આવ્યા છે, અને જામનગર મહાનગરપાલિકા સંચાલિત જુદા-જુદા ત્રણ ઢોર વાડામાં મૂકવામાં આવ્યા છે, અને આ કાર્યવાહી અવિરત ચાલુ રખાઇ છે.
જામનગર મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ શાખાના અધિકારી રાજભા જાડેજા ની રાહબરીમાં સમગ્ર કાર્યવાહી કરવામાં આવી રહી છે, અને હાલ ત્રણેય ઢોરના ડબ્બામાં આશરે ૧૦૦૦ જેટલા પશુઓને રાખવામાં આવ્યા છે. જે તમામને નજીકના સમયમાં જ કચ્છ ની પાંજરાપોળ ખાતે અલગ અલગ વાહનો માટે મારફતે મોકલવામાં આવશે. જેની પણ તૈયારીઓ હાથ ધરી લેવામાં આવી છે.(
(2:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
