<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

સાવરકુંડલામાં આંગડિયા પેઢીના કર્મચારી સામે ૬૦ લાખના વિશ્વાસઘાતની ફરિયાદ

આંગડિયા પેઢીના સંચાલકે કર્મચારીને આપેલ રૂપિયા મૂળ સ્‍થાને જમા નહીં કરાવી અંગત કામ માટે પાસે રાખ્‍યા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૨૫ : સાવરકુંડલામાં પોસ્‍ટ ઓફિસ રોડ સુવાસ ચેમ્‍બર માં આવેલ પટેલ અરવિંદકુમાર નામની આંગડિયા ની પેઢીની ઓફિસમાં કામ કરતા ગોવિંદપુરી વૈકુંઠપૂરી ગૌસ્‍વામી રે. જલાલા બાદ તા. સમી જી. પાટણ હાલ રે. અમરેલી રણછોડ નગર સરદાર ચોક પટેલ વાડીની બાજુમાં શેરી નં. ૩ ને આંગડિયા પેઢી સંચાલક રણછોડભાઈ રૈયાભાઈ સિંઘવે ગત તા.૧૮ ના આખા દિવસના હિસાબના રોકડા ૫૯,૦૪,૩૯૦ અમરેલી મુકામે બીજી પટેલ મહેન્‍દ્ર અરવિંદકુમાર આંગડિયા પેઢીમાં જમા કરાવવા આપેલા પરંતુ તે જમા નહીં કરાવી પોતાના અંગત કામ માટે પોતાની પાસે રાખી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ સીટી પોલીસ મથકમાં નોંધાતા પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ખાંભામાં ખેત ભાગીદાર માલિકના રૂપિયા મોટરસાયકલ લઈ છું

ખાંભામાં રહેતા અને હાલ ગાંધીનગર ખાતે સરગાસણ ચોકડી પાસે અકસર આયકોન બી.૪૦૨ ખાતે રહેતા હરેશકુમાર હરગોવિંદભાઈ વ્‍યાસ સાથે તેના ખેત ભાગીદાર લાલજી રણછોડ બારૈયા રે. ચકરાવા ને ઉપાડપેટે રોકડ રકમ ૬૨૦૦૦ તથા મોટરસાયકલ ન. જી.જે ૭. બી .કયુ ૫૫૬૨ કી. રૂ ૩૨૦૦૦ ઉપયોગ કરવા આપેલ હોય તે લઈ જતા રહ્યા ની વિશ્વાસઘાતની ફરિયાદ ખાંભા પોલીસ મથકમાં નોંધાતા પોલીસે તપાસ કરી હતી

પિતાની નજર સામે પુત્ર ઉપર છોટાહાથી કાળ બની ફરી વળ્‍યું

રાજુલાના કથીરવદરમાં રહેતા રાજેશભાઈ દાહાભાઈ શિયાળ નામના યુવાનોનો પુત્ર રોડ ઉપર ચાલીને પોતાના ઘર તરફ આવી રહ્યો હતો ત્‍યારે તેની નજર સમક્ષ પાછળથી આવતા એક છોટા હાથી નં. જીજે ૪. ડબલ્‍યુ ૧૭૩૩ ના ચાલકે હો અડફેટે લઈ ઘટના સ્‍થળે કમ કમાટી ભર્યો મોત નીપજાવ્‍યાની ફરિયાદ ખાંભા પોલીસ મથકમાં નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

જુગાર રમતા ત્રણ ઝડપાયા

ચલાલા તાલુકાના માણાવવા ગામની સીમમાં સાવરકુંડલામાં ખાદી કાર્યાલય જોબેદા મસ્‍જિદ ની પાછળ રહેતા ઈરફાન દિલાવર કુરેશી, હિંમત દેવ ચંદ બુટાણી રે. અમરેલી બ્રાહ્મણ સોસાયટી લાલજી વિઠ્ઠલ મકવાણા રે બહાર પરા સતિમાંના મંદિર પાસે જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે રેડ પડી રોકડ રકમ. ૨૬૩૫૦ સાથે ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી હતી.(

(2:37 PM IST)