તા. ૧૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૫ શુક્રવાર
News of Tuesday, 25th March 2025
પોરબંદર મહાનગરપાલિકામાં એરિયા ડેવલપમેન્ટ ઓથોરીટીની રચના જરૂરી
જમીન-મકાન વ્યવસાય સાથે સંકળાયેલા લોકો આર્કીટેક્ટ એન્જીનીયર એસોસીએશન અને બિલ્ડર્સ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત જે જગ્યાએ ડીપી પ્લાન ફાઈનલ થયેલ ન હોય ત્યાં તમામ પ્રકારની વિકાસ પરવાનગીઓ મળી શકતી નથી જેના કારણે મોટા ઉદ્યોગ અને તેજી સાથે સંકળાયેલા વેપાર ધંધા કારીગરો-મજુરોને મળતા કામ બંધ થયા છે. હાલ આ પ્રકારના વ્યવસાય ઠપ્પ થઈ રહ્યાં છે. નવરચિત મહાનગરપાલિકામાં હાલનો મુખ્ય પ્રશ્ન વિકાસ પરવાનગીઓ બિન ખેતી હુકમો, ઈમ્પેક્ટ ફી કાયદા અન્વયેની અરજીઓનો નિકાલનો છે

(પરેશ પારેખ દ્વારા) પોરબબંદર,તા.૨૫: નવરચિત મહાનગરપાલિકામાં એરિયા ડેવલપમેન્ટ ઓથોરીટીની રચના જરૂરી હોવાની જમીન મકાન વ્યવસાય સાથે સંકળાયેલા લોકો આર્કીટેક્ટ, એન્જીનીયર એસોસીએશન દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી છે.
મુખ્યમંત્ર ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆતમાં જમીન-મકાનના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો તથા આર્કિટેકટર/ એન્જીન્યર એસોશીએશન, બીલ્ડર્સ એસોશીએશન તરફથી જણાવેલ છે કે વર્તમાન સરરકાર દ્વારા વર્ધા ૨૦૨૪અ૨૫ના બજેટમાં પોરબંદર-છાંયા ઉપરાંત નવસારી, વાપી, આણંદ, નડીયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર/વઢવાણ, મોરબી અને ગાંધીધામ એમ કુલ ૦૯ નગરપાલીકાઓને મહાનગરપાલીકામાં રૂપાંતરિત કરવાની ખુબ ઉપયોગી કાર્યવાહી થયેલ છે. નગરપાલીકાઓમાંથી મહાનગરપાલીકાનો દરજ્જો થવાથી ત્વરિત, કાર્યક્ષમ અને પારદર્શી વહીવટ વધુ સુદ્રઢ થશે એવી અપેક્ષા છે.
પોરબંદરમાં કિસ્સામાં થોડી અલગ અને વિટંબાસભર પરિસ્થિતી ઉદ્ભવી રહેલ છે. પોરબંદર-છાંયા નગરપાલીકા કેટેગરી ડી-૭/એ હતી, જેમાંથી મહાનગરપાલીકામાં રૂપાંતરીત થયેલ છે. પરંતુ તેની કેટેગરી નક્કી કરવાનું બાકી રહેલ હોવાનું જાણવા મળેલ છે. હાલનો મુખ્ય પ્રશ્ન વિકાસ પરવાનગીઓ, બીનખેતી હુકમો, ઈમ્પેક્ટ ફી કાયદા અન્વયેની અરજીઓ ના નિકાલનો રહેલો છે. તેમ મુખ્યમંત્રીને રજૂઆતમાં જણાવ્યું છે.
મહાનગરપાલીકાની કેટેગરી સુનિશ્ચીત કરવામાં ન આવે ત્યાં સુધી એરીયા ડેવલપમેન્ટ ઓથોરીટી અમલી ન થઈ શકે જેથી વહેલામાં વહેલી તકે પોરબંદર મહાનગરપાલીકાની કેટેગરી નક્કી કરી એરીયા ડેવલપમેન્ટ ઓથોરીટીની રચના કરવામાં આવે. કારણ કે, જ્યાં સુધી એરીયા ડેવલપમેન્ટ ઓથોરીટી અમલી નહીં થાય ત્યાં સુધી ડેવલપમેન્ટ પ્લાન બનાવી નહીં શકાય, જેથી આવા ડીપીપ્લાન બનાવવા માટે કે તેની એજન્સીની નિમણુંક કરવા માટે એરીયા ડેવલપમેન્ટ ઓથોરીટી બનાવવી પ્રાથમીક જરૂરીયાત છે. તેમ ભુપેન્દ્રભાઈ પટેલે રજૂઆતમાં જણાવ્યું છે.
મહાનગરપાલીકાની રચના થતાં અગાઉ શહેરી/વિસ્તાર વિકાસ સતામંડળમાં આવતી જમીનો માટે નગરપાલીકાઈસતામંડળના ઈનવર્ડ થયેલ વિકાસ પરવાનગીના પ્રકરણોમાં શરતોને આધીન સી.જી.ડી.સી.આર.ની તત્કાલીન જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરવા તેમજ ઓ.ડી.પી.એસમાં પેન્ડીંગ હોય તેમાં ઓફલાઈન નિકાલ કરવાનો તેમજ તા.૦૧/૦૧/૨૫ સુધીમાં જે કેસોમાં ફી જમાં કરાવેલ હોય અથવા તો વિકાસ પરવાનગી મેળવેલ હોય તેવા કેસોમાં બી.યુ. પરવાનગી આપવામાં આવશે. એવી સુચના મળેલ છે, પરંતુ છાંયા-પોરબંદર નગરપાલીકામાં કે અન્ય જે જગ્યાએ ડીપી પ્લાન ફાઈનલ થયેલ ન હોય ત્યાં તમામ પ્રકારની વિકાસ પરવાનગીઓ મળી શકતી નથી. જેના કારણે આ વિશા/ ઉદ્યોગ અને તેની સાથે સંકળાયેલ અનેક વેપાર-ધંધાઓ અને કારરીગરો-મજુરોને કામ મળતાં બંધ થયા છે. અને હાલ આ વ્યવસાય ઠપ્પ થઈ રહેલ છે. તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને જમીન-મકાન વ્યવસાય સાથે સંકળાયેલા વ્યવસાયકારોએ રજૂઆતમાં જણાવ્યું છે.
(2:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
