News of Tuesday, 25th March 2025
ધ્રોલના વાંકિયા ગામે જીરાની ૧.૬૮ લાખની ૧૬ ગુણીની ચોરી
અજાણ્યા તસ્કરોને પકડવા ધ્રોલ પોલીસની ટીમો બનાવીને સીસીટીવી કેમેરા સહિતની મદદથી શોધખોળ આદરી

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૨૫ : ધ્રોલ તાલુકાના વાંકિયા ગામના ધર્મેશભાઈ હરજીવનભાઈ ભીમાણી ના ધરે થી જીરાની ૧૬ ગુણી ૪૮ મણ, જેની કિંમત ૧,૬૮,૦૦૦ ની ચોરી થયાની ધ્રોલ પોલીસમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાણી છે.
અજાણ્યા તસ્કરોને પકડવા માટે અલગ અલગ ધ્રોલ પોલીસની ટીમો બનાવીને સીસીટીવી કેમેરા સહિતની મદદથી શોધખોળ આદરી છે.
(2:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
