<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

"ગોપાલ ડરશે નહીં, ગોપાલ ઝૂકશે નહીં"ના આક્રમક નારા સાથે ખુદ ગોપાલ ઇટાલિયાનુ કાલે વિસાવદર-ભેસાણ મતક્ષેત્રમાં આગમન : ઝંઝાવાતી પ્રવાસ કાર્યક્રમ

સવારે ૧૧ કલાકે માર્કેટિંગ યાર્ડ-માંડાવડ(વિસાવદર), સવારે ૧૧:૩૦ કલાકે સરદાર ચોક-વિસાવદર, બપોરે ૧૨ કલાકે આંબેડકર ચોક-વિસાવદર, બપોરે ૧૨:૩૦ કલાકે સતાધાર ધામ, સાંજે ૪:૦૦ કલાકે કાલસારી, સાંજે ૫:૩૦ કલાકે ભલગામ, સાંજે ૬:૩૦ કલાકે ચુડા, સાંજે ૭:૩૦ કલાકે ચણાકા, રાત્રે ૮ કલાકે મોટા કોટડા (સભા) સહિતના કાર્યક્રમો

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૨૫ : "ગોપાલ ડરશે નહીં, ગોપાલ ઝૂકશે નહીં"ના આક્રમક નારા સાથે આવતીકાલ તા.૨૬ માર્ચ-૨૦૨૫ બુધવારના રોજ વિસાવદર-ભેસાણ વિધાનસભા મતક્ષેત્રના આમ આદમી પાર્ટીના સત્તાવાર ઉમેદવાર ગોપાલ ઈટાલિયા ખુદ ઝંઝાવાતી પ્રવાસે આવી રહ્યા છે ત્યારે હજુ ચૂંટણી પંચે પેટા ચૂંટણી જાહેર કરી ન હોવા છતા આ વિસ્તારમાં ચૂંટણીમય જબરો રાજકીય માહોલ ખડો થયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ૮૭-વિસાવદર-ભેસાણ વિધાનસભાના ઉમેદવાર "આપ"ના ઉમેદવાર  ગોપાલ ઇટાલિયાનો કાર્યક્રમ આ પ્રમાણે છે. તા.૨૬-૩-૨૦૨૫ સવારે ૧૧ કલાકે માર્કેટિંગ યાર્ડ-માંડાવડ(વિસાવદર), સવારે ૧૧:૩૦ કલાકે સરદાર ચોક-વિસાવદર, બપોરે ૧૨ કલાકે આંબેડકર ચોક-વિસાવદર, બપોરે ૧૨:૩૦ કલાકે સતાધાર ધામ, સાંજે ૪:૦૦ કલાકે કાલસારી, સાંજે ૫:૩૦ કલાકે ભલગામ, સાંજે ૬:૩૦ કલાકે ચુડા, સાંજે ૭:૩૦ કલાકે ચણાકા, રાત્રે ૮ કલાકે મોટા કોટડા (સભા) સહિતના કાર્યક્રમનો સમાવેશ થાય છે.

(2:57 PM IST)