<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

ગોંડલના ભવ્‍યેશ ઢોલે આશાપુરા ડેમમાં પડતું મુક્‍યું: લોકોએ બચાવી લીધા

ચિઠ્ઠીમાં લખ્‍યું-મારી જાતે પગલુ ભર ુ છું, કોઇના ડરથી નહિ, અગમ્‍ય કારણ છે, કોઇએ રાજકારણ રમવું નહિઃ પોલીસને મિડીયાને ગેરમાર્ગે દોરવા નહિગયા મહિને આ આધેડે પોતે ખભાની સારવાર કરાવવા ગયા ત્‍યારે એક કહેવાતા ડોક્‍ટરે પોતાની સાથે ચાળા કર્યાની અરજી કરી હતી!

રાજકોટ તા. ૨૫: ગોંડલમાં દ્વારકેશ પાર્ક ગેઇટ સામે શ્રીનાથજી પાર્ક-૧ શિવકૃપા મકાન બ્‍લોક નં. ૧૭ ખાતે રહેતાં  અને બસ સ્‍ટેશન પાસે પટેલ ઘડીયાળ નામે દુકાન ચલાવતાં ભવ્‍યેશભાઇ વિનોદરાય ઢોલ (ઉ.વ.૪૫) નામના આધેડે સવારે ગોંડલ નવા યાર્ડ પાસે આશાપુરા ડેમમાં ઝંપલાવી દેતાં ત્‍યાં હાજર લોકોએ તેમને બચાવી લેતાં ગોંડલ હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં.

બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, ભાવેશભાઇ, ધર્મેન્‍દ્રભાઇ, તોૈફિકભાઇએ ગોંડલ પોલીસને કરી હતી. ભવ્‍યેશભાઇ પરિવારનો એકનો એક આધારસ્‍તંભ છે. તેણે ડેમમાં પડતું મુક્‍યું એ પહેલા એક ચિઠ્ઠી લખી હતી. જેમાં લખ્‍યું છે કે-હું આજે જે કોઇ પગલુ ભરુ છું તે મારી જાતે ભરુ છું, કોઇની બીકથી કે ડરથી નહિ. માત્ર અગમ્‍ય કારણસર ભરુ છું. આ બાબતે કોઇએ રાજકારણ રમવું નહિ કે કોઇએ પોલીસ સ્‍ટાફને ગેરમાર્ગે દોરવા નહિ. તેમજ મીડીયાને ગેરમાર્ગે દોરવા નહિ. જ્‍યારે જરૂર પડી ત્‍યારે ગુજરાત પોલીસનો સાથ સહકાર મળેલ છે. આ બાબત મેં ટાઉન હોલમાં જાહેર મંચ ઉપર પણ કહી હતી કે પોલીસ એક માત્ર છે. તકલીફ હોય તો કાયદાકીય રીતે જાણ કરી તમે ફરિયાદ કરો. હાલ મારે કોઇ તકલીફ પોલીસથી કે રાજકીય કે સમાજથી કે કુટુંબથી કે ઘર પરિવારથી કે અન્‍ય કોઇથી નથી. બસ એજ, જય હિન્‍દ, જય ભારત.

ચિઠ્ઠીમાં વધુમાં લખ્‍યું છે કે જરૂર પડે તો પરિવારને પોલીસ સમાજ સાથ સહકાર આપે. પોલીસ તેમજ પત્રકારોનો પણ હું અભાર માનુ છું.

જો કે બીજી તરફ ભવ્‍યેશ ઢોલે પોતે ગયા મહિને ગોંડલ તાલુકા પોલીસને આપેલી લેખીત અરજી-ફરિયાદ રજુ કરી હતી. આ અરજી તેણે ગોંડલથી મોવીયા તરફના રોડ પર આવેલા એક ઉપચાર કેન્‍દ્રના કહેવાતા ડોક્‍ટર વિરૂધ્‍ધ કરી છે. આ અરજી ગત ૨૪/૨ના રોજ ઇન્‍વર્ડ થઇ હતી. જેમાં તેણે આક્ષેપો કર્યા છે કે પોતે ખભાની સારવાર માટે બતાવવા જતાં ડોક્‍ટરે શર્ટ ઉતારી  બેસી જવાનું કહી વિકૃત માઇન્‍ડથી શરીરે હાથ ફેરવ્‍યા હતાં. તેમજ લાલ પ્રકાશ ફેંકતું હીટ માર્યુ હતું. તેમજ છાતી ઉપર હાથ ફેરવ્‍યો હતો. તેને આવુ શું કર્યુ? પુછતાં તે ગભરાઇ ગયેલ. આ બાબતે તેણે આક્ષેપો કરી અરજી કરી તપાસ માંગી હતી. જો કે આજે સ્‍યુસાઇડ નોટમાં તેણે કોઇના પર પણ આક્ષેપો કર્યા નથી. ગોંડલ પોલીસ વધુ તપાસ કરે છે.

(3:34 PM IST)