News of Tuesday, 25th March 2025
મોરબી નગરપાલિકામાં ભાજપના સાશનમાં 45(ડી) હેઠળના કામોમાં રૂ.4 કરોડનો ભ્રષ્ટાચાર : કોંગ્રેસના આક્ષેપ.
મુખ્યમંત્રીના આગમન પૂર્વે જીલ્લા કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ: જે કામો રૂ.2થી 3 કરોડમાં થઈ શકતા હતા તેની પાછળ રૂ.7 કરોડથી વધુનો ખર્ચ : મોરબીની કથળેલી હાલત મુદ્દે રજુઆત કરવા મુખ્યમંત્રીનો સમય મંગાયો, ધારાસભ્યને ચેલેન્જ કે હિંમત હોય તો અમને મુખ્યમંત્રી સમક્ષ લઈ જાવ રજુઆત કરવા : કોંગ્રેસ આકરા મૂડમાં

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : મુખ્યમંત્રી આવતીકાલે બુધવારે મોરબીની મુલાકાતે આવી રહ્યા છે. તેને એક દિવસ પૂર્વે કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ યોજીને નગરપાલિકામાં ભાજપના સાશનમાં બેફામ ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો કર્યા છે. કોંગ્રેસે 45(ડી) હેઠળના કામોમાં અંદાજે રૂ.4 કરોડનો ભ્રષ્ટાચાર થયાની શંકા વ્યક્ત કરી છે. બીજી બાજુ કોંગ્રેસે મોરબીના પ્રાણ પ્રશ્ને મુખ્યમંત્રીને રજુઆત ક૨વા સમય માંગ્યો છે. સાથે ધારાસભ્યને ચેલેન્જ આપી છે કે હિંમત હોય તો અમને મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવા લઈ જાવો.
નંદીઘરમાં પશુઓની સુરક્ષા માટે જે શેડ બનાવવામાં આવ્યો છે. એ શેડનો ખર્ચ રૂ.48,97,967નો દેખાડવામાં આવ્યો છે. વોર્ડ નં.13ની અંદર ભૂગર્ભ ગટર માટે 9 મેઈન હોલ બનાવવામાં આવ્યા છે. તેનો ખર્ચ રૂ. 16,97,357 નગરપાલિકાએ બતાવ્યો છે. આટલો ખર્ચ હકીકતમાં ન થાય. આ બધા કામો 45(ડી)હેઠળ કામો કરવામાં આવ્યો છે. ખરેખર 45 (ડી) હેઠળ શહેરમાં આવેલી ઈમરજન્સી માટે પૈસા વાપરવામાં આવે છે.સભાધીશોએ ઈમરજન્સીની બદલે અન્ય કામોમાં રૂ. 7,45,88,827 વાપર્યા છે. રૂ.7 કરોડથી વધુનો ખર્ચ બતાવવામાં આવ્યો છે પણ આ કામો રૂ. 2થી 3 કરોડમાં થઈ જાય. રૂ. 4 કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાનું લાગી રહ્યું છે. આગામી દિવસોમાં અમે કમિશનરને મળીશું. આની સમિતિ બનાવવામાં આવે અને જવાબદારો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરીશું.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ જણાવ્યુ કે આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મોરબીની મુલાકાતે આવે છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા મોરબીના પ્રશ્નોને લઈ અને રજૂઆત માટે મુખ્યમંત્રીનો સમય માંગવામાં આવ્યો છે. મોરબીમાં પોલીસનો કોઈ પણ ડર નથી. વિદેશી દારૂ, દેશી દારૂ, ડ્રગ્સ બેફામ વેચાય છે. ભુમાફિયાઓ બેફામ થયા છે. 30 આરોગ્ય સેન્ટર છે. ત્યાં અપૂરતા ડોકટર છે. મોરબીને નવો જિલ્લો જાહેર કર્યો ત્યારે રાજ્ય સરકાર દ્વારા જે મહેકમ આપવામાં આવ્યું તે ભરવામાં આવ્યું નથી. આરટીઓ ઓફિસમાં બેફામ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. તમામ વિભાગોમાં ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે. સ્થાનિક ધારાસભ્ય મુખ્યમંત્રીને રજુઆત નથી કરી શકતા તેથી જનપ્રતિનિધિ તરીકે કોંગ્રેસ પાર્ટી મુખ્યમંત્રીને પ્રાણ પ્રશ્નો અંગે જઆત કરશે. મુખ્યમંત્રીને મળવાના પ્રયત્નો કરીશું. સ્થાનિક ઘા ચને ચેલેન્જ આપીએ છીએ કે જો તમારામાં હિંમત હોય તો કોંગ્રેસના આગેવાનોને સાથે રાખીને રજુઆત તમારા વતી કરવા દયો.
સોશિયલ મીડિયામાં તમે વિકાસની વાતો કરો છો.પણ મોરબીની જે સ્થિતિ 25 વર્ષ પહેલાં હતી આજે પણ એ જ સ્થિતિ છે. માત્ર લોકોને ગુમરાહ કરવાનું બંધ કરો. લોકોના કામ કરો.
(6:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
