News of Wednesday, 26th March 2025
ટેન્શનથી મુક્ત અને પાપથી બચાવે તે ધર્મસ્થાનકઃ ધંધુકામાં ધીરગુરુદેવની નિશ્રામાં લાખોનું દાન

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા, તા. ૨૬: ધંધુકા ખાતે પૂ. શ્રી ધીરગુરુદેવ તથા પૂ. જ્યોત્સ્નાજી મ. સ.પ્રેરિત અને પૂ. વિમળાજી મ. સ. (દેવલાલી)ની સ્મળતિમાં નિર્મિત રીટાબેન કિરીટભાઈ મગીયાના હસ્તે વિમલ આયંબિલ ભવન અને વિમળાબેન ચંપકલાલ ખેતાણી વૈયાવચ્ચ ભવન તેમજ કસ્તુરીબેન ખોડીદાસ ટીમાણીયા જૈન ઉપાશ્રયની તાલોદઘાટન વિધિનો લાભ જ્યોત્સ્ત્ર મહેન્દ્ર સંઘવી, જયેશ શાહ, અજય બરાનીયા અને જ્યોત્તાા છબીલદાસ હકાણીએ લીધેલ.
મેઘરાજ દરબારમાં પૂ. વિમલમુનિ મ. સા., પૂ. ધીરગુરુદેવ, પૂ. જયેશમુનિ મ. સા. ઠાણા - ૬ અને બોટાદ, ગોંડલ, અજરામરના ૨૩ ઠાણા અને અમદાવાદ, મુંબઈ, રાણપુર, પાળિયાદ, રાજકોટ, બરોડા, ગાંધીનગર, દામનગર, ઢસા, વગેરે ગામના ભાવિકોને સંબોધતા ધીરગુરુદેવે કહેલ કે - સ્ટ્રેસ ફ્રી = તણાવથી મુક્ત અને સીન ફ્રી = પાપથી રહિત બનાવે તે ધર્મસ્થાનક છે.
ભાવસાર સમાજના ઉપકારી મહાપ્રતાપી પૂ. મેઘરાજજી મ. સા. ની પાટનો લાભ સમસ્ત ભાવસાર સમાજ વતી પ્રમુખ કિરણભાઈ ગુરુજી, કાયમી વૈયાવચ્ચનો પૂ. વિમળાજી મ. સ. ની યાદીમાં રીટાબેન કિરીટભાઈ મગીયા, પ્રવેશદ્વારનો વીજકોરબેન માણેકલાલ ડેલીવાલા, આસો માસની આયંબિલની ઓળીનો હસુમતીબેન પોપટલાલ ધોળકીયા તથા અન્ય વિભાગનો હંસાબેન મનુભાઈ બેલાણી, સવિતાબેન જયંતીલાલ સંઘવી, મંજુલા મહેન્દ્ર સંગોઈ, વર્ષાબેન હસુભાઈ સંઘવી, રાણપુરા અને ટીમાણીયા પરિવાર તેમજ ૧૧ હજારની વૈયાવચ્ચ યોજનામાં ૧૦૮ દાતાઓ જોડાતાં આશરે ઈં . ૮૫ લાખનું ફંડ થવા પામેલ. ૧૨૦૦ ભાવિકો શાંતિપૂર્વક ગૌતમપ્રસાદ લઈ ઉલ્લાસપૂર્વક વિખરાયા હતા. ધારાસભ્ય શ્રી કાળુભાઈ ડાભી, અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ શૈલેશ દાવડા વગેરેએ સંતદર્શનનો લાભ લીધેલ. પૂ. ધીરગુરુદેવનો રાજકોટ તરફ વિહાર થયેલ છે. (તસ્વીરઃ ભોલુ રાઠોડ- ઉપલેટા) (૩.૫)
(10:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
