News of Wednesday, 26th March 2025
ઓખામાં ચોરીના બે આરોપી ઝડપાયા

ખંભાળીયાઃ ઓખા મરીન પો.સ્ટે. ગુરન-૦૧૮૦/ર૦રપ કલમ ૩૦૩ (ર) મુજબના વણશોધાયેલ ગુનાની તપાસ દરમ્યાન આર.આર.ઝરૂ પો.સબ ઇન્સ.ના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો જરુરી વર્કઆઉટમાં રહી હ્યુમનસોર્સીસથી પો.હેડ કોન્સ. પ્રદ્યુમનસિંહ રણજીતસિંહ જાડેજા તથા પો.કોન્સ. પૃથ્વીરાજસિંહ વનરાજસિંહ જેઠવાએ હકિકત મેળવી ચોરીમાં ગયેલ મુદામાલ કી. રૂા. ર૭પ૦૦ સાથે (૧) ફીરોજ ઇકબાલ કાયથ (ઉ.વ.રપ) (ર) ઇશાક હનીફભાઇ નોડ (ઉ.વ.ર૭)ને પકડી પાડેલ છે. પો.હેડ કોન્સ. સંદીપભાઇ ડી.ગોહેલ ઓખા મરીન પોલીસ સ્ટેશન સાથે રહયા હતા.(
(2:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
