<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

ગોંડલ બ્રહ્મ સેવા ટ્રસ્‍ટ દ્વારા અન્નપુર્ણા જોળી પૂં.રમેશભાઈ ઓઝાના હસ્‍તે અર્પણ કરાઇ

 

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૨૬: પાપમોચની એકાદશી ના પવિત્ર દિવસે શ્રી રાજરાજેશ્વર મહાદેવ પંચવટી સોસાયટી માં મહાદેવ ના સાનિધ્‍ય માં પરમ પૂજ્‍ય ભગવતાચાર્યા શ્રી રમેશભાઈ ઓઝા પૂ. ભાઇશ્રી  દ્વારા  ગોંડલ માં વસતા ગરીબ અને આર્થિક નબળા ૧૦૧ બ્રહ્મ પરિવારો ને અન્નપૂર્ણા જોળી (રાશન કીટ) અર્પણ કરવામાં આવેલ હતી હર વખતની જેમ શ્રી રામજી મંદિર ના ગાદીપતિ પ પુ શ્રી જેરામદાસજી બાપુ દ્વારા પણ ખૂબ જ સુંદર સહયોગ મળેલ હતો જૈમિનભાઈ ભટ્ટ ગાયત્રી પીઠ વાળા તરફથી ૧૦૧ સાડી ઓ આપવામાં આવેલ હતી અને કનૈયા મમરા વાળા  દિલીપભાઈ મારકણા દ્વારા બધા ને એક એક પૌવા મમરા ના પેકેટ આપવામાં આવેલ હતા ગોંડલ માં બ્રહ્મ સેવા ટ્રસ્‍ટ દ્વારા ચાલતી અન્નપૂર્ણા જોળી (રાશન કીટ) જે ગરીબ બ્રહ્મ પરિવારો ને સહાય રૂપે આપવામાં આવે છે તેના ખુબજ વખાણ કર્યા અને રાજીપો વ્‍યક્‍ત કર્યો હતો બ્રહ્મ+સેવા ટ્રસ્‍ટ ના આ પ્રસંગે શ્રી વિજયભાઈ ભટ્ટ.અજયભાઈ રાવલ.મહેશભાઈ પંડયા.જેમિનભાઈ ભટ્ટ.કિશોરભાઈ દવે .યશવંતભાઈ રાવલ.અભયભાઇ યાજ્ઞિક.દીપુભાઈ ઠાકર. મનુ અદા.રજનીભાઇ પંડ્‍યા. ઘનશ્‍યામભાઈ પંડ્‍યા.હિતેન્‍દ્રભાઈ ત્રિવેદી વગેરે ગોંડલ ના બ્રહ્મ+આગેવાનો બહોળી સંખ્‍યામાં હાજર રહ્યાં હતા સાથે શ્રી રાજ રાજેશ્વર મહાદેવ મંદિર પંચવટી સોસાયટી ના શ્રી રમણીકભાઈ સાકરીયા. મનસુખભાઈ શ્‍યારા. દિલુભા જાડેજા. જગવનસિંહ ભાદોરિયા.પ્રવિણસિંહ જાડેજા.ગીજુબાપુ રહેવર.વગેરે આગેવાનો એ ખૂબ સુંદર સાથ સહકાર આપ્‍યો હતો અને આપ્રસંગ સુંદર રીતે પરિપૂર્ણ કરવા આવેલ હતો સાથો સાથ શ્રી હાઇવે હનુમાનજી મંદિર ના આગેવાનો આ પ્રસંગ માં હાજર રહી ને પ્રસંગ ની શોભા માં અભિવળદ્ધિ કરેલ હતી જેઓ નો શ્રી બ્રહ્મ+સેવા ટ્રસ્‍ટ અને શ્રી રાજ રાજેશ્વર મહાદેવ મંદિર ના આગેવાના ેનો આભાર વ્‍યક્‍ત કરેલ હતો.

(12:07 PM IST)