News of Wednesday, 26th March 2025
પોરબંદરમાં સરકારી નોકરી માટે બોગસ સર્ટીફીકેટસના ગુન્હામાં નાસી ગયેલો આરોપી પ વર્ષો ઝડપાયો

પોરબંદર, તા. ર૬ : સરકારી નોકરી માટે બોગસ સર્ટીફીકેટ બનાવી આપવાના ગુન્હામાં પાંચ વર્ષથી ફરાર આરોપી કુંદનપ્રસાદ જવાહરલાલ શાહ એ મુળ પヘમિ બંગાળવાળાને પોલીસે પકડી લીધો હતો.
કમલાબાગ પો.સ્ટે. ક. ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭૪ મુજબના ગુનાના ફરીયાદી ડો.પિયુષ છગનભાઇ વાજા પોરબંદર તાલુકા હેલ્થ ઓફિસરએ એવા મતલબની પાંચ વર્ષ પહેલા ફરીયાદ આપેલ હતી કે, કમલેશ માલદેભાઇ ડાકી રહે. વિરોલ ગામ તા.માંગરોળ જી.જુનાગઢવાળાએ ટેકનોગ્લોબલ યુનિવર્સિટી શિલોંગ(મેઘાલય) નાં ડીપ્લોમાં ઇન હેલ્થ અને સેનેટરી ઇન્સપેકટરની લાયકાતનાં ખોટાં પ્રમાણપત્રો બનાવી પોરબંદર જીલ્લા પંચાયત કચેરી ખાતે મલ્ટીપરપજ હેલ્થ વર્કરની ભરતીમાં ખોટાં પ્રમાણપત્રોનો ખરા તરીકે ઉપયોગ કરી સરકારી નોકરી મેળવી ગુન્હો કરેલ હોય. ફરીયાદ આપતા ગુનો દાખલ કરવામા આવેલ.
જે ગુનામાં આરોપી કમલેશ માલદેભાઇ ડાકીએ સહઆરોપી અશોક નાથાભાઇ બામણીયાની મદદથી કુંદનપ્રસાદ જવાહરલાલ શાહ રહે. પશ્વિમ બંગાળવાળા પાસે ખોટા પ્રમાણપત્રો બનાવેલ હોય અને મજકુર આરોપી કુંદનપ્રસાદ જવાહરલાલ શાહ છેલ્લા પાંચ વર્ષ થી ઉપરોકત ગુનામાં નાસતો ફરતો હોય અને હાલ બર્ધમાન પશ્વિમ બંગાળ ખાતે હોવાની હકીકત મળતા એલ.સી.બી. સ્ટાફના ASI મુકેશભાઇ માવદીયા તથા HC સલીમભાઇ પઠાણ તથા જીતુભાઇ દાસા તથા ભ્ઘ્ અજયભાઇ ચૌહાણને બર્ધમાન પશ્વિમ બંગાળ ખાતે કુંદનપ્રસાદ જવાહરલાલ શાહ આરોપીની તપાસમાં મોકલતા આરોપી મળી આવતા આરોપીને ગુન્હાના કામે વધુ પુછપરછ અર્થે પોરબંદર ખાતે લઇ આવી આગળની કાર્યવાહી કરવા માટે કમલાબાગ પો.સ્ટે. સોંપી આપવામાં આવેલ છે.
આ કામગીરીમાં LCB I/C PI શ્રી આર.કે.કાંબરીયા તથા ASI બટુકભાઇ વિંઝુડા, રાજેન્દ્રભાઈ જોષી, રણજીતસિંહ દયાતર, ગોવિંદભાઈ મકવાણા, મુકેશભાઇ માવદીયા તથા HC ઉદયભાઇ વરૂ, સલીમભાઇ પઠાણ, ઉપેન્દ્રસિંહ જાડેજા. હીમાંશુભાઇ મક્કા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઇ ઓડેદરા, જીતુભાઇ દાસા તથા WHC નાથીબેન કુછડીયા તથા ભ્ઘ્ નટવરભાઇ ઓડેદરા, વિરેન્દ્રસિંહ પરમાર. અજયભાઇ ચૌહાણ તથા ડ્રા. HC ગોવિંદભાઈ માળીયા તથા ડ્રા.પીસી રોહિતભાઈ વસાવા વિગેરે રોકાયેલ હતા
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
