<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

વિસાવદરની બેઠક પર ભાજપ મજબૂત મહિલા ઉમેદવારની શોધખોળમાં..? ચોંકાવનારી ચર્ચા

કિરીટ પટેલ, હર્ષદ રીબડીયા અને ભૂપત ભાયાણી મજબૂત દાવેદારો : છેલ્લી ઘડી સુધી જબરૂ રાજકીય સસ્‍પેન્‍સ જળવાઈ રહેવાના સંકેતો

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર, તા.,૨૬:  વિસાવદર-ભેસાણ વિધાનસભાની સંભવિત પેટા ચૂંટણી સંદર્ભે સમગ્ર પંથકમાં રાજકીય માહોલ ગરમાગરમ છે. આમ આદમી પાર્ટીએ ગોપાલ ઈટાલિયાના નામની જાહેરાત કરી આ વિસ્‍તારનુ વાતાવરણ અત્‍યારથી જ ચૂંટણીમય બનાવી દીધુ છે.

આ બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે કિરીટભાઈ પટેલ, હર્ષદભાઈ રીબડીયા અને ભૂપતભાઈ ભાયાણી મજબૂત દાવેદાર છે. દરમિયાન આ બેઠક પર ભાજપ કોઈ મજબૂત મહિલા ઉમેદવારની શોધખોળમાં હોવાની પણ વ્‍યાપક ચર્ચા છે. જો કે, આ રાજકીય સસ્‍પેન્‍સ છેલ્લી ઘડી સુધી જળવાઈ રહેશે તેવુ મનાય રહ્યુ છે.

કોંગ્રેસ-આમ આદમી પાર્ટી વચ્‍ચે સમજૂતી થશે કે,કેમ..? તે અંગે હાલ જબરી અનિヘતિતા છે.

વિસાવદર લાયન્‍સ કલબ વિસાવદર દ્વારા કલબના ડિસ્‍ટ્રિક્‍ટ ચેરપર્સન ( લાયન્‍સ ક્‍વેસ્‍ટ) લાયન રમણીકભાઈ ગોહેલના માર્ગદર્શન હેઠળ વિસાવદર તાલુકાની  રાવણી (કુબા) પ્રાથમિક શાળા ખાતે વિશ્વ જળ દિવસ અંતર્ગત ઙ્ક જળ એજ જીવન  વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ જો આપણે જળ બચાવશુ તો જળ આપણાં સૌ માટે હંમેશા આશીર્વાદ રૂપ બનશે સાથે સેવ ટુ વોટર અંતર્ગત નિબંધ લેખન સ્‍પર્ધા યોજવામાં આવેલ જેમાં શાળાનાં વિદ્યાર્થીઓએ હોંશે હોંશે ભાગ લીધેલ નિબંધ લેખન સ્‍પર્ધામાં ભાગ લેનાર તમામ સ્‍પર્ધકોને લાયન્‍સ કલબ વિસાવદર દ્વારા સન્‍માનપત્રો તેમજ લાયન્‍સ બેગ આપી સન્‍માનિત કરવામાં આવેલ તેમજ સ્‍પર્ધામાં પ્રથમ, દ્વિતીય તેમજ તળતીય સ્‍થાન મેળવનાર સ્‍પર્ધકોને લાયન્‍સ કલબ વિસાવદર દ્વારા પ્રોત્‍સાહિત પુરસ્‍કાર એનાયત કરી સન્‍માનિત કરવામાં આવેલ. કાર્યક્રમ દરમિયાન શાળાનાં આચાર્ય પ્રદિપભાઈ વેકરીયા તેમજ ઉમેશભાઇ રીબડીયા, ભાવેશભાઈ ટાટમિયા, કિરણબેન બાલધા, હેતલબેન ડાભી તેમજ વર્ષાબેન માલવિયા સહિતનો શાળા પરિવાર ઉપસ્‍થિત રહ્યા હતા.

વિસાવદરમાં વિશ્વ ચકલી દિવસ અંતર્ગત વિસાવદર લાયન્‍સ કલબ દ્વારા કલબના ડિસ્‍ટ્રિક્‍ટ ચેરપર્સન ( લાયન્‍સ ક્‍વેસ્‍ટ) લાયન રમણીકભાઈ ગોહેલના માર્ગદર્શન હેઠળ વિસાવદર તાલુકાની જુદી જુદી શાળાઓમાં  વિશ્વ ચકલી દિવસની ઉજવણી અંતર્ગત આજે દિન પ્રતિદિન લુપ્ત થતી ચકલી પ્રજાતિના સંરક્ષણ અંગેની વિશેષ જાગળતિના ઉમદા હેતુ સહ તાલુકાની મોટી પીંડાખાઈ, માંડાવડ, દાધિયાપરા, રાવણી (કુબા) તેમજ સુખપુર સહિતની પ્રાથમિક શાળાઓમાં વિશ્વ ચકલી દિવસ ઉજવણી અંતર્ગત ચિત્ર તેમજ નિબંધ લેખન સ્‍પર્ધા યોજવામાં આવેલ. શાળા વાઈઝ બંન્ને સ્‍પર્ધામા પ્રથમ, દ્વિતીય તેમજ તળતીય સ્‍થાન મેળવનાર વિદ્યાર્થીઓને લાયન્‍સ કલબ વિસાવદર દ્વારા પ્રોત્‍સાહિત પુરસ્‍કાર  તેમજ સ્‍પર્ધામાં સહભાગી બનેલ તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો  એનાયત કરી સન્‍માનિત કરવામાં આવેલ.સ્‍પર્ધા દરમિયાન દરેક શાળા પરિવારનો સહયોગ રહ્યો હતો.

વિસાવદર લાયન્‍સ કલબ વિસાવદર દ્વારા કલબના ડિસ્‍ટ્રિક્‍ટ ચેરપર્સન (લાયન્‍સ ક્‍વેસ્‍ટ) લાયન રમણીકભાઈ ગોહેલ ના માર્ગદર્શન હેઠળ વિસાવદર તાલુકાની રાવણી (કુબા) પ્રા. શાળા તેમજ સુખપુર પ્રા. શાળા ખાતે જાણીતાં વિચારક,લેખક તેમજ પત્રકાર ડો. ગુણવંત શાહ ના જન્‍મદિવસ ની ઉજવણી કરવામાં આવી જે અંતર્ગત નિબંધ સ્‍પર્ધા યોજવામાં આવેલ જેમાં બંન્ને શાળાનાં વિદ્યાર્થીઓએ હોંશે હોંશે ભાગ લીધેલ. સ્‍પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને લાયન્‍સ કલબ વિસાવદર દ્વારા પ્રમાણપત્ર તેમજ પ્રથમ, દ્વિતીય તેમજ તળતીય સ્‍થાન મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહિત પુરસ્‍કાર એનાયત કરી સન્‍માનિત કરવામાં આવેલ.તેમજ બંન્ને શાળાનાં વિદ્યાર્થીઓને ચોકલેટ વિતરણ કરવામાં આવેલ. કાર્યક્રમ દરમ્‍યાન બંન્ને શાળાનાં આચાર્ય પ્રદિપભાઈ વેકરીયા, મુકેશભાઈ વૈષ્‍ણવ તેમજ ઉમેશભાઇ રીબડીયા, ભાવેશભાઈ ટાટમિયા તેમજ વિનોદભાઈ ગજેરા સહિતનો શાળા પરિવાર ઉપસ્‍થિત રહ્યો હતો.

વિસાવદર તાલુકાની કુબા (રાવણી) પ્રાથમિક શાળા ખાતે આચાર્યા તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી સ્‍વૈચ્‍છિક ફરજ નિવળત્ત થનાર શાળાના આચાર્યા બહેન ગીતાબેન ચનાભાઈ નડિયાધરા નો નિવળત્તિ વિદાય સન્‍માન સમારોહ વિસાવદર ટી. પી. ઈ. ઓ કુમનભાઈ ખોલકીયાના અધ્‍યક્ષ સ્‍થાને કુબા (રાવણી) પ્રાથમિક શાળા ખાતે દબદબાભર્યા માહોલ મા યોજાય ગયો, સૌ પ્રથમ મહેમાનો નું શાબ્‍દિક સ્‍વાગત કરવામાં આવેલ. તેમજ શાળાની બાળાઓ દ્વારા સ્‍વાગત ગીત રજુ કરેલ બાદમાં ઉપસ્‍થિત મહાનુભાવોનાં વરદહસ્‍તે દિપ જયોત પ્રગટાવી કાર્યક્રમ નો શુભારંભ કરવામાં આવેલ.બાદમા ઉપસ્‍થિત મહાનુભાવો દ્વારા પોતપોતાના પ્રાસંગિક પ્રવચનમાં નિવળત્ત થનાર આચાર્યા બહેનની ૨૯ વર્ષ ની નોકરી દરમ્‍યાનની ફરજ નિષ્ઠા તેમજ શાળાના બાળકો તેમજ સમાજમાં મેળવેલી લોકચાહનાને બિરદાવી અભિનંદન પાઠવેલ. સમારોહ દરમિયાન પે. સેન્‍ટર કુમાર શાળા તેમજ પેટા શાળા, શાળા પરિવાર, લાયન્‍સ કલબ વિસાવદર , કુબા ગ્રામ પંચાયત તેમજ ગ્રામ્‍યજનો, તોહીજનો દ્વારા નિવળત્ત થનારને શાલ, ખેસ, મોમેન્‍ટ તેમજ સન્‍માનપત્રો એનાયત કરી સન્‍માનિત કરવામાં આવેલ તેમજ  સન્‍માનિત કરી નિવળત્ત થનાર આચાર્યા બહેનની ફરજ નિષ્ઠા ને બિરદાવેલ. સમારોહ દરમિયાન નિવળત્ત થનાર શાળાના આચાર્યા બહેન તરફથી શાળાના તમામ વિદ્યાર્થીઓને વોટર જગ તેમજ બાલવાડી ના બાળકોને લંચબોક્ષ  સ્‍મળતિભેટમા અર્પણ કરેલ. નિવળત્ત થનાર બહેન દ્વારા શાળાપરિવાર,ગામ, શાળા વ્‍યવસ્‍થાપન કમિટી,સમગ્ર સમાજ, ટી.પી.ઈ.ઓ.કચેરી, બી. આર. સી કચેરી સહિત વિગેરે દ્વારા શાળા ને  હરહંમેશ મળેલ અનન્‍ય સહયોગ ને બિરદાવી સૌનો ઋણસ્‍વીકાર કરેલ તેમજ સૌનો આભાર વ્‍યક્‍ત કરેલ.

   સમારોહ દરમિયાન કુબા ગ્રામ પંચાયત સરપંચ શ્રીમતિ મુકતાબેન મુકેશભાઈ વિરોલીયા,           ઉપસરપંચ હરેશભાઈ ગોરધનભાઈ વધાસિયા ,ગ્રામ પંચાયત સદસ્‍યો, શાળા વ્‍યવસ્‍થાપન સમિતિનાં હોદેદારો, ટી. પી. ઈ. ઓ કુમનભાઈ ખોલકીયા. કે. નિ. ગોપાલભાઈ સાવલિયા, લાયન્‍સ કલબ વિસાવદર ડિસ્‍ટ્રિક્‍ટ ચેરપર્સન રમણીકભાઈ ગોહેલ,  કુબા માધ્‍યમિક શાળાના નિવળત્ત શિક્ષક ડાયાભાઈ વેકરીયા,સી આર. સી. કો. ઓર્ડિનેટર નીલેશભાઈ ચાવડા, વિસાવદર તા. પ્રા. શિક્ષક પ્રમુખ ભુપેન્‍દ્રભાઈ હિરપરા, શૈક્ષિક મહાસંઘ પ્રમુખ ઉમેશભાઇ રીબડીયા, શૈક્ષિક ઉત્‍કળષ્ટ મંડળ પ્રમુખ વળજલાલ સાગઠીયા ,પે. સેન્‍ટર કુમારશાળા ના આચાર્ય જયેશભાઈ માળવિયા, પે સેન્‍ટર કન્‍યાશાળાના નિવળત આચાર્યા જશુમતિબેન ચાવડા,રાવણી (કુબા) પ્રા. શાળા પ્રદિપભાઈ વેકરીયા, ભાવેશભાઈ ટાટમિયા, સ્‍વામિનારાયણ ગુરુકુલ વિપુલભાઈ વેકરીયા, લેરિયા પ્રા. શાળા મુકેશભાઈ સાવલીયા, કુમારશાળા રફીકભાઈ મુલતાની, કાલસારી હાઈસ્‍કૂલ મુકેશભાઈ ટાંક, સુખપર પ્રા. શાળા મુકેશભાઈ વૈષ્‍ણવ, મહેશભાઈ ગોંડલીયા તેમજ વિનોદભાઈ ગજેરા સહિતના મહાનુભાવો તેમજ શિક્ષણ પરિવાર, વાલીગણ , માતાઓ, બહેનો, તેમજ વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્‍થિત રહેલ કાર્યક્રમ નું સફળ સંચાલન પે સેન્‍ટર કુમાર શાળા ના શિક્ષક ભાર્ગવભાઈ જોષી દ્વારા કરવામાં આવેલ. તેમજ કાર્યક્રમનું આભારદર્શન શાળાના શિક્ષકાબહેન કાજલબેન સજિયા દ્વારા કરવામાં આવેલ.  કાર્યક્રમ સંપન્ન થયા બાદ ઉપસ્‍થિત સૌ માટે અલ્‍પાહાર તેમજ ચા- પાણી ની વ્‍યવસ્‍થા નું સુંદર આયોજન કરવામાં આવેલ.સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા કુબા ગામનાં યુવાનો, વડીલો તેમજ શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી.

 વિસાવદરના ભલગામને ટીબી મુક્‍ત ગામ જાહેર કરવામાં આવ્‍યું આપણે ટીવીને ખતમ કરીએ છીએઃ સમર્પિત થતા રોગ નિવારક કરો અને પરિણામો આપો, એ થીમ પર ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી જે અંતર્ગત મિડલ સ્‍કૂલ ભલગામમાં ડો.ચેતનાબેન મહેતા પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર ભલગામ  દ્વારા ગામના સરપંચ શ્રી જ્‍યોત્‍સનાબેન ગિરીશભાઈ ગોધાણીની હાજરીમાં ટીબી વિશેની સમજણ આપવામાં આવી તેમજ ભલગામ ગ્રામ પંચાયતને ટીબી મુક્‍ત પંચાયત જાહેર કરી સરપંચ શ્રીને સર્ટિફિકેટ આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.

વિસાવદર શ્રી વી ડી પટેલ શૈક્ષણિક સંકુલ માંડાવડ ખાતે આંતરરાષ્‍ટ્રીય વન દિવસના અવસરે પ્રકળતિ અંગેની જાગળતતા ના હેતુ અર્થે વનવિભાગ વિસાવદરના ઉચ્‍ચ અધિકારીઓની હાજરીમાં બાળકોએ પ્રકળતિ અંગેના ચિત્રો દોરી પોતાની સર્જનશકિતનો પરિચય આપ્‍યો હતો વકળત્‍વ સ્‍પર્ધા તેમજ ચિત્ર સ્‍પર્ધાનુ આયોજન કરવામાં આવ્‍યું હતું.જેમા બાળકોએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો.

 શ્રેષ્ઠ રચનાઓ માટે બાળકોને ફોરેસ્‍ટ ડિપાર્ટમેન્‍ટ તરફથી પારિતોષિક આપી ઉત્‍સાહિત કર્યા હતા.વનવિભાગના અધિકારીઓ આઇ.એફ.એસ. વિસાવદર રેન્‍જ ચિરાગ તથા રેન્‍જ ફોરેસ્‍ટર દાભલાસર તથા ચાવડા ઓળકીયા સર,સરવૈયા કામલપરા અને સી.વી. જોષી સર ઉપસ્‍થિત રહ્યા હતા.સંસ્‍થાના મેનેજિંગ ટ્રસ્‍ટી જે કે ઠેસિયાએ સૌ બાળકોને આ અંગે અભિનંદન આપ્‍યા હતા.સંસ્‍થાના આચાર્ય ફુલ વાડદોરીયાએ ફોરેસ્‍ટ ડિપાર્ટમેન્‍ટનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

વિસાવદરમા વિશ્વ ચકલી દિવસની ઉજવણીના ભાગરૂપે શ્રી વી ડી પટેલ શૈક્ષણિક સંકુલ માંડાવડ ખાતે બાળકોએ ઉત્‍સાહભેર વિવિધ પ્રકારના ચકલીઘર બનાવ્‍યા હતા.અને શાળાના પટાંગણમાં રજૂ કર્યા હતા આ પ્રસંગે વિસાવદર રેન્‍જ ફોરેસ્‍ટર દાભલાસર તથા વનરક્ષક મિત્રો જે.ટી. કોડીયા તથા કે. જી. કામલપરા હાજરી આપી હતી અને બાળકોની સર્જનાત્‍મક અભિગમ સાથેની કળતિઓની પ્રશંસા કરી હતી.સંસ્‍થાના મેનેજિંગ ટ્રસ્‍ટી જે કે ઠેસિયા પ્રકળતિ લક્ષી કાર્યક્રમ માટે સ્‍ટાફ તથા બાળકોને અભિનંદન આપ્‍યા હતા તેમજ આચાર્યશ્રી ફુલ વાડદોરીયાએ કળતિઓને બિરદાવી હતી.

વિસાવદરમા ગુજરાતના સુપ્રસિદ્ધ મોટીવેશનલ સ્‍પીકર મનિષભાઇ વઘાસિયાનો આજે માતળપિતળ વંદના સમાન એક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્‍યું હતું તેમાં મોટી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.બાળકો પ્રત્‍યેની સંવેદના અંગે વિસ્‍તળત બાબતો અંગે ચર્ચા સાથે બાળમાનસ પર અસર કરતા પરિબળો અને વર્તમાન સમયમાં માતાપિતાનો રોલ શું છે તે અંગે પણ માહિતી આપી હતી.સંસ્‍થાના મેનેજિંગ ટ્રસ્‍ટી જે કે ઠેસિયાએ આ કાર્યક્રમ ને સફળ બનાવવા સમગ્ર સ્‍ટાફને બિરદાવ્‍યા હતા તેમ સંસ્‍થાના આચાર્ય ફુલ વાડદોરીયાએ જણાવ્‍યું હતું.

વિસાવદરમા શ્રી વી ડી પટેલ શૈક્ષણિક સંકુલ માંડાવડ ખાતે વિસાવદર તાલુકા ખેત ઉત્‍પાદક સહકારી મંડળી દ્વારા કળષિને લગતી બાબતોથી કળષિ તજજ્ઞ પ્રવિણભાઇ આસોદરીયાએ ખેડુતોને વિવિધ બાબતોથી વાકેફ કર્યા હતા.કળષિ સંવાદ કાર્યક્રમને સફળ બનાવવા અશોકભાઈ માળવીયા,જયેશભાઈ રાદડિયા, નીતિન ડોબરીયા, જૈમિન પાનસુરીયા અને તાલુકાના ખેડુત અગ્રણીઓ ભારે જહેમત ઉઠાવી હતી.સમગ્ર કાર્યક્રમનુ સંચાલન રીધ્‍ધી પંડ્‍યાએ કરેલ હતા.સંસ્‍થાના મેનેજિંગ ટ્રસ્‍ટી જે કે ઠેસિયાએ કાર્યક્રમની સફળતા માટે સૌને અભિનંદન આપ્‍યા હતા.

વિસાવદર શ્રી વી ડી પટેલ શૈક્ષણિક સંકુલ માંડાવડ ખાતે મહાન વૈજ્ઞાનિક સી.વી.રમનની રમન ઈફેક્‍ટની સ્‍મળતિમાં ઉજવાતા રાષ્‍ટ્રીય પર્વ સમાન નેશનલ સાયન્‍સ ડે ની ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના વિધ્‍યાર્થીઓએ સર્જનાત્‍મક અભિગમ સાથે અવનવા પ્રોજેક્‍ટ રજુ કર્યા હતા.બાળકો ભવિષ્‍યની ટેકનોલોજીથી વાકેફ થાય તે હેતુથી સી.એમ. સ્‍ટેમ રાજકોટ થી ટેકનોલોજી એકસ્‍પર્ટ  પ્રિતેશ રાણવાસરે રોબોટીક પ્રોજેક્‍ટ વિશે કોડીગ સાથે પ્રાયોગિક બાબતો શીખવ્‍યા હતા.શાળાના આચાર્યશ્રી ફુલ વાડદોરીયાએ વિધાર્થીઓની કળતિઓની પ્રશંસા કરી હતી.માર્ગદર્શક શિક્ષકો તરીકે પરિતા માંગરોલિયા, ધર્મેશ કુબાવત, પ્રજ્ઞા કઠેસિયા,નેહા વઘાસિયા તથા નિકીતા હીરપરાએ બાળકોને પ્રોત્‍સાહિત કર્યા હતા.સંસ્‍થાના મેનેજિંગ ટ્રસ્‍ટી જે કે ઠેસિયાએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્‍ટાફ ગણને તથા બાળ વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્‍યા હતા.

વિસાવદરમાં ગીર નેચર કલબ વિસાવદર દ્વારા કલબના પ્રમુખ રમણીકભાઈ દુધાત્રા તેમજ મંત્રી રમણીકભાઈ ગોહેલના સયુંકત માર્ગદર્શન તેમજ આયોજન અંતર્ગત  વિસાવદર શહેરની પે સેન્‍ટર કન્‍યાશાળા ખાતે વિશ્વ ચકલી દિવસની રંગારંગ ઉજવણી કરવામાં આવેલ જે અંતર્ગત શાળા કક્ષાએ નિબંધ લેખન, તેમજ ચિત્ર સ્‍પર્ધા નું આયોજન કરવામાં આવેલ કાર્યક્રમ દરમિયાન ગીર નેચર કલબ વિસાવદર ના પ્રમુખ રમણીકભાઈ દુધાત્રા દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલીઓની વિવિધ પ્રજાતિ, તેનું સંરક્ષણ તેમજ  પર્યાવરણ જતન વિશે પોતાની ભાવસભર શૈલી માં શાળાની વિદ્યાર્થીનીઓને સમજ પૂરી પાડેલ કાર્યકમ દરમ્‍યાન યોજાયેલ દરેક બંન્ને સ્‍પર્ધાઓમાં શાળાની વિદ્યાર્થીનીઓએ હોંશે હોંશે ભાગ લીધેલ તમામ સ્‍પર્ધામાં સહભાગી બનેલ દરેક વિદ્યાર્થીનીઓને ગીર નેચર કલબ વિસાવદર દ્વારા સન્‍માનપત્ર તેમજ સમાન પુરસ્‍કાર એનાયત કરી સન્‍માનિત કરવામાં આવેલ .તેમજ શાળાની તમામ વિદ્યાર્થીનીઓને ચોકલેટ વિતરણ કરવામાં આવેલ.

કાર્યક્રમ દરમિયાન શાળા આચાર્યાબહેન નેહલબેન ફળદુ ,તેમજ સોનલબેન વરૂ , નયનાબેન ઉમરેટિયા, ડોલીબેન ઠાકર તેમજ બાબુભાઈ સાયરિયા સહિતનો શાળા પરિવાર ઉપસ્‍થિત રહેલ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન વિસાવદર ગીર નેચર કલબના  મંત્રી રમણીકભાઈ ગોહેલ દ્વારા કરવામાં આવેલ. (૪.૧૨)

(1:46 PM IST)