તા. ૨૭ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૧૧ શુક્રવાર
News of Sunday, 30th March 2025
પ્રેમ લગ્ન કરવા પુત્રી ભાગી જતા પ્રેમીના પિતાને ત્રણ મહિલાઓએ ઘેરી લઈ ધોકા વડે માર મારી હત્યા નીપજાવતા કચ્છમાં ખળભળાટ
આરોપીઓની અટાયત બાદ જામીન ઉપર મુકત કરવામાં આવ્યા

કચ્છઃ કચ્છના બિદડા ગામમાં પરિવારની મરજી વિરુદ્ધ દીકરી પ્રેમલગ્ન કરવા માટે ઘરેથી ભાગ ગઈ હતી. જેના આક્રોશમાં પરિવારની ત્રણ મહિલાઓએ ગુસ્સો દીકરીને ભગાડી જનાર રાજેશના ૭૫ વર્ષીય પિતા લધા સંઘાર પર ઉતારી, લધાભાઈને ઘેરીને ધોકા વડે ઢોર માર મારતા સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું છે. મૃતકના પુત્રએ પોલીસ ઉપર ગંભીર આક્ષેપો કર્યા.
લધાભાઈના મોટા પુત્ર દિનેશે આપેલી ફરિયાદના આધારે હુમલો કરનાર રાજબાઈ સાકરિયા, જાનબાઈ બુધિયા અને સોનબાઈ સામે ફરિયાદ નોંધાવી મદદગારી માટે રાજબાઈના ભત્રીજા વિશાલને પણ આરોપી બનાવી તમામની અટકાયત કરી હતી. કોર્ટે ચારેયને જામીન પર મુક્ત કરી દીધા છે. આયોજનબધ્ધ હત્યા થયાનો આરોપ પણ દિનેશ દ્વારા મુકાયો છે.
(3:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
