News of Sunday, 30th March 2025
ભાવનગરમાં "અંગદાન તથા માનસિક સ્વાસ્થ્ય અંગેની જનજાગૃતિ અંગે સેમિનાર અને સ્નેહમિલન યોજાયું

( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર: માનસિક રોગ વિભાગ, સરકારી મેડિકલ કોલેજ અને અને સર ટી. જનરલ હોસ્પિટલ ભાવનગર દ્વારા "અંગદાન તથા માનસિક સ્વાસ્થ્ય અંગે નો જનજાગૃતિ સેમિનાર અને સ્નેહમિલન" નું આયોજન કરવામાં આવેલ હતું. આ આયોજનમાં ભાવનગરમાંથી મોટી સંખ્યામાં ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક, રાજકીય ક્ષેત્રના આગેવાનો અને આમંત્રીત મહેમાનો હાજરી આપી આ કાર્યક્રમમાં સહભાગી બની અમુલ્ય યોગદાન આપ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત ડો.રાજેન્દ્ર કાબરીયા (ન્યુરોર્જન) અને ડો.અશોક વાળા(સાઈકીયાટ્રિસ્ટ)એ ભાવનગર મેડિકલ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડીને સારી અને સચોટ માહિતી પૂરી પાડી હતી.
આ કાર્યક્રમ માટે ડો. ચિન્મય શાહ(તબીબી અધિક્ષક સર ટી. હોસ્પિટલ ભાવનગર) ડો. પિયુષ ટેલર (ઈન્ચાર્જ ડીન, સરકારી મેડિકલ કોલેજ ભાવનગર), ડો.અમિત પરમાર (અધિક ડીન, સરકારી મેડિકલ કોલેજ ભાવનગર), ડો.મેહુલ ગોસાઈ (વિભાગીય વડા બાળ આરોગ્ય વિભાગ),ડો.યશ દવે (ટયૂટર - ફીજીઓલોજી વિભાગ) અને ટીમ એ ખૂબ જ ભારે જહેમત ઉઠાવી હતી અને આ કાર્યક્રમ ને સફળ બનાવેલ.
(7:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
