<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st March 2025

ગુન્‍હેગારો પર કોમ્‍બીંગ કરી સખત કાર્યવાહી કરતી ગીર સોમનાથ પોલીસ

આરોપીઓની અટકાયતઃ ૧૪ના વીજ જોડાણ કાપી નાખવામાં આવ્‍યા

પ્રભાસપાટણ તા.૩૦: પોલીસ મહાનિર્દેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગરના ૧૦૦ કલાક પ્રોગ્રામ અંતર્ગત કોમ્‍બીંગ કરી ગે.કા. પ્રવળતિ ડામવા ડ્રાઇવ આપવામાં આવેલ જે અનુસંધાને, જુનાગઢ રેન્‍જ આઇ.જી.પી.શ્રી નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ એન. જાડેજા એ સદર ડ્રાઇવ દરમ્‍યાન ગીર સોમનાથ જીલ્લાના કુલ -૦૯ પો.સ્‍ટે. વિસ્‍તારના ગુન્‍હાહિત ઇતિહાસ ધરાવતા કુલ - ૧૩૭ ઇસમો વિરૂધ્‍ધ આ મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે.

૧૦૦ કલાકની ડ્રાઇવ અંતર્ગત જીલ્લાની એલ.સી.બી. તથા એસ.ઓ.જી. શાખા તથા લોકલ પોલીસ સાથે મળી સંયુકત કોમ્‍બીંગ દરમ્‍યાન કુલ - ૦૮ જી.પી.એકટ ૧૩૫ મુજબના કેસ તથા પ્રોહી-૯૩ મુજબ કુલ -૦૫ આરોપીઓના અટકાયતી પગલા લેવામાં આવેલ. પી.જી.વી.સી.એલ. સાથે રહી ગેરકાયેદસર વિજ જોડાણ ધરાવતા ઉપરોકત આરોપીઓ પૈકીના ૧૪ આરોપીઓના વિજ જોડાણ કાપવામાં આવેલ છે તેમજ ૦૬ આરોપીઓ વિરૂધ્‍ધ વિજચોરીના કેસ કરવામાં આવેલ છે.

ગીર સોમનાથ જિલ્લાના કુલ-૯ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના ગુન્‍હાહિત ઇતિહાસ ધરાવતા કુલ- ૧૩૭ ઇસમોની ગેરકાયદેસર મિલ્‍કતની માહીતી ચીફ ઓફીસર/મામલતદાર/તલાટી સાથે સંકલન રાખી મેળવવામાં આવેલ છે. જેમાં વેરાવળ સીટી પો.સ્‍ટે. ૦૪, ઉના પો.સ્‍ટે.૦૨, નવાબંદર મરીન - ૦૩ આરોપીઓને ગે.કા. બાંધકામ તથા કરેલ દબાણ હટાવવા નોટીસ આપવામાં આવેલ છે.

તમામ આરોપીઓના આર્થિક વ્‍યવહાર અંગે માહીતી મેળવવામાં દરેક બેંક સાથે સંકલન કરી માહીતી એકત્રીત કરવામાં આવી રહેલ છે. ગેરકાયદેસર જણાયે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

૧૦૦ કલાકની ડ્રાઇવ અગાઉ પહેલા પણ ગીર સોમનાથ પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવેલ છે. પાસા દરખાસ્‍ત કુલ - ૨૬ ઇસમો વિરૂધ્‍ધ મુકવામાં આવેલ જેમાં મંજુર - ૧૧ ઇસમો વિરૂધ્‍ધ પાસા દરખાસ્‍ત મંજુર થતા જેલ હવાલે કરવામાં આવેલ, હદપારી દરખાસ્‍ત કુલ - ૧૫ ઇસમો વિરૂધ્‍ધ મુકવામાં આવેલ જેમાં મંજુર ઇસમોને હદપાર કરવામાં આવેલ ૦૩ થતા આ ૦૩ વેરાવળ સીટી, ઉના, કોડીનાર પો.સ્‍ટે.ના કુલ -૩૨ આરોપીઓ વિરૂધ્‍ધમાં ગુજસીટોક કાયદા અંતર્ગત ત્રણ ગુન્‍હાઓ દાખલ કરી તમામને જેલ હવાલે કરવામાં આવેલ છે.

આમ પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ એન. જાડેજા  દ્વારા ઉપરોકત તમામ આરોપીઓ તેમજ અન્‍ય કોઈપણ વ્‍યક્‍તિ ગુનાહિત પ્રવળત્તિઓમાં સામેલ ન થાય તેવી ચેતવણી આપવામાં આવી હતી વધુમાં જણાવ્‍યું હતું કે કોઈપણ વ્‍યક્‍તિ આવી ગેરકાયદેસર પ્રવળત્તિમાં સામેલ થશે તો તેના ઉપર સખ્‍ત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે અને જીલ્લાના પોલીસ સ્‍ટેશનોમાં ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા તમામ ઇસમો કોઇપણ ગેરકાયદેસર પ્રવળતિમાં સામેલ હોઈ તેવા લોકોને ચેતવણી આપવામાં આવી હતી. (તસ્‍વીરઃ દેવાભાઇ રાઠોડ)(૨.૪)

(10:18 AM IST)