News of Monday, 31st March 2025
પ્રથમ નોરતે ચોટીલામાં ભક્તોના ઘોડાપુર ઉમટયાં: એક લાખથી વધુ ભાવિકો પરિક્રમામાં જોડાયા
યાત્રાનાં રૂટમાં કાંટા, કાકરા! સારો માર્ગ બનાવી જુનાગઢ જેમ નવ દિવસ આયોજન કરે તેવી માંગઃ સેવાભાવી ગૃપો દ્વારા ઠંડા! ફ્રુટ, પાણી, સરબત સહિતની સેવાનો ધોધઃ હાઇવે પર ટ્રાફિક જામ

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા, તા. ૩૧: રવીવારનાં ચૈત્ર નવરાત્રિનાં પ્રથમ દિવસે ચોટીલા ચામુંડાધામ ખાતે હજારો માઈ ભક્તોનાં ઘોડાપુર ઉમટયાં હતા અને ધર્મ જાગરણ આયોજિત સાડા પાંચ કિમીની ડુંગર પરિક્રમામાં એક લાખથી વધુ માનવ મેદની માતાજીના જયઘોષ સાથે જોડાઈને માતાજીનાં પર્વત ફરતી પદયાત્રા પુર્ણ કરી હતી.
ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા છેલ્લા પાંચ વર્ષથી યાત્રાનું આયોજન કરાય છે. આ વર્ષે યાત્રા પૂર્વે ધર્મસભા યોજાઇ હતી જેમા મહંત પરિવારના અમળતગિરિબાપુ (ગોપીનાથ), આત્માનંદ સરસ્વતીજી, શંભૂપ્રસાદ ટુંડીયા (ઝાઝરકા), પ્રેમબાપુ (સતરંગ) સાથે નામી-અનામી સંતો અને માયાભાઈ આહિર, હેમંત ચૌહણ, સોનાલીબેન દોષી સહિતના ખ્યાતનામ કલાકારો, સાહિત્યકારો ઉપસ્થિત રહ્યા હતા ધર્મસભામાં નવરાત્રીના મહાતમ સાથે જીવનમાં પ્રથમ રાષ્ટ્ર, ધર્મ અને સાંસ્કળતિક ધરોહર માટે માઈ ભક્તો ને આહવાન કરેલ હતું.
ચામુંડા માતાજીના જયકારા સાથે ધર્મ ધ્વજા દંડ આપી પરિક્રમાં યાત્રાનો શુભારંભ કરાવાયેલું હતો જેમા એક લાખ થી વધુ માઇભક્તો જોડાયા હતા ડુંગર ફરતે ૬ કિમી જેટલી પદયાત્રા કરતા ભાવિકો માટે ઠંડા ફ્રુટ, પાણી, સરબત, સહિતની પદયાત્રીઓ માટે સુવિધા સેવાભાવી લોકો દ્વારા ઉભી કરવામાં આવેલ હતી.
દરવર્ષે પરિક્રમાર્થીઓની સંખ્યામાં ઉતરોતર વધારો થઇ રહ્યો છે. ત્યારે ખરેખર આ યાત્રાનાં રૂટ ઉપરનાં કાટા, કાકરા વાળા રસ્તાને કારણે નાના બાળકો અને વૃધ્ધો ને તેમજ ખુલ્લા પગે શ્રધ્ધાભેર પદયાત્રા કરતા માઈ ભક્તોની વેદના જોતા અનેક ભાવિકોએ આ સ્થિતી તંત્ર માટે શરમજનક કહેવાય તેવો ભાવ વ્યક્ત કર્યો હતો.(તસ્વીરઃ હેમલ શાહ)(૬.ર)
(10:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
