<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st March 2025

અમેરિકી તબીબે અમદાવાદમાં કરાવ્‍યું હાર્ટ ઓપરેશન

અમેરિકાના ખ્‍યાતનામ ટ્રોમા સર્જન ડો. પો લજેસન ગ્રેનેટે હૃદયની સારવાર માટે ભારતના ડો. તેજસ પટેલ ઉપર ભરોસો કર્યો એપેકસ હોસ્‍પિટલે ગુજરાતમાં મેડિકલ ટુરીઝમ ક્ષેત્રે નવું પરિણામ ઉમેર્યુ : અમેરિકાના તબીબે સારવાર માટે ગુજરાત-અમદાવાદ પર પસંદગી ઉતારી

રાજકોટઃ એપેક્‍સ હાર્ટ ઇન્‍સ્‍ટિટયૂટ મેડિકલ ટૂરિઝમને નવી રીતે પરિભાષિત કરે છે. મેડિકલ ટુરિઝમ ગુજરાત કે ભારતમાં નવો કોન્‍સેપ્‍ટ નથી. પરંતુ અમદાવાદની એપેક્‍સ હોસ્‍પિટલે જે રીતે આ મેડિકલ ટુરિઝમના કોન્‍સેપ્‍ટમાં પુનઃશોધ કરી છે તેનાથી વિશ્વભરના નિષ્‍ણાતો આヘર્યચકિત છે.

મેડિકલ ટુરિઝમના અલ્‍ગોરિધમમાં ૩૬૦ ડિગ્રી ફેરફાર થયો છે, જેમાં એપેક્‍સ હોસ્‍પિટલ સસ્‍તી મેડિકેર ઓફર કરીને, ચોક્કસ દવા, AI-સંચાલિત ડાયગ્નોસ્‍ટિક અથવા તો કોઈ ફાર્માસ્‍યુટિકલ ઇનોવેશનના નામે નહીં પણ તેમની કુશળતાના આધારે ભારતમાં મેડિકલ ટુરિઝમની પરિભાષા બદલી છે.

 ન્‍યુજર્સીમાં રહેતો ભારતીય પોતાના દાંતની સારવાર માટે ભારત આવે કે અન્‍ય બિન નિવાસી ભારતીયો આંખ કે ઘૂંટણના ઓપરેશન માટે ભારત આવે તે વાત હવે સામાન્‍ય બની રહી છે.  પરંતુ અમેરિકાના વિખ્‍યાત ટ્રોમા સર્જન પોતાના હૃદયની શષાક્રિયા માટે ભારત અને તેમાં પણ ગુજરાતના ડોક્‍ટર ઉપર ભરોસો રાખી શષાક્રિયા કરાવે તે ઘટના અસામાન્‍ય છે.

આપણે ત્‍યાં મેડિકલ ટુરિઝમનો વિચાર તાજેતરના વરસોમાં ખુબ પ્રચલિત થયો છે. આથી ગુજરાત કે ભારતમાં આ વિચાર નવો નથી. પરંતુ અમદાવાદની ડો. તેજસ પટેલની એપેક્‍સ હાર્ટ  ઇન્‍સ્‍ટિટયૂટ અમેરિકન ડોક્‍ટરના હૃદયની સફળ પ્રોસિજર કરી મેડિકલ ટુરિઝમની બહુ પ્રચલિત  વ્‍યાખ્‍યામાં એક નવું પરિમાણ ઉમેરીને તેને બદલી નાખતું એક નવું ઉદાહરણ પ્રસ્‍થાપિત કરતા વિશ્વભરના તબીબી જગતને  આશ્‍ચર્યચકિત કર્યું છે.

પરમ વંદનીય પ્રમુખ સ્‍વામીની હૃદયની સારવાર માટે મહિનાઓ સુધી ખડે પગે રહીને તબીબી સારવારમાં કોઈ કમી બાકી નહી રાખનારા પદ્મભૂષણ એવોર્ડથી સન્‍માનીત  ડો.તેજસ પટેલે મેડિકલ ટુરિઝમના અલ્‍ગોરિધમમાં ૩૬૦ ડિગ્રી ફેરફાર કરવાનો એક ભારતીય તબીબ તરીકે જવલંત દાખલો બેસાડ્‍યો છે. પોતાની ધિકતી પ્રેક્‍ટિસ અને વિશ્વસ્‍તરે નામના હાંસલ કરનાર ડો.તેજસ પટેલે પોતાની એપેક્‍સ હાર્ટ ઇન્‍સ્‍ટિટયૂટના માધ્‍યમથી સસ્‍તી મેડિકેર ઓફર કરીને, કે ચોક્કસ દવા કે AI-સંચાલિત કોઈ નિદાન કરવા અથવા તો કોઈ ફાર્માસ્‍યુટિકલ સંશોધનનો સહારો લીધા વગર સતત અભ્‍યાસ, કોઠાસુજ અને પોતાની કુશળતાના આધારે ભારતમાં મેડિકલ ટુરિઝમની પરિભાષા બદલી છે.

સામાન્‍ય રીતે વિકસિત અથવા અવિકસિત દેશોના લોકો મેડિકલ ખર્ચના પરિબળને ધ્‍યાનમાં રાખીને ટ્રીટમેન્‍ટ માટે ભારતને પસંદ કરે છે. જો કે આ અમદાવાદમાં થયેલા મેડિકલ ટુરિઝમના તાજેતરના ઉદાહરણથી તદ્દન વિપરીત છે.

ડૉ. પૉલ જેસન ગ્રેનેટ, પેન્‍સિલવેનિયાના જાણીતા ટ્રોમા સર્જનને હાર્ટની તકલીફ હતી, જેમાં સર્જરીની જરૂર હતી. વધુ આરામદાયક જીવનશૈલી સાથે પ્રખ્‍યાત સર્જન હોવાને કારણે, અમેરિકન સર્જન અમેરિકામાં ગમે ત્‍યાંની કોઈપણ હોસ્‍પિટલ પસંદ કરી શકે છે, ત્‍યાં તેમની સારવાર પણ મફત થઈ હોત, તેમ છતાં તેમણે અમદાવાદની પસંદગી કરી.

અમેરિકામાં તેમના કાર્ડિયોલોજિસ્‍ટે તેમને અમદાવાદમાં સર્જરી કરાવવાની ભલામણ કરી. અમેરિકન ડોકટરો કયારેય ભારત કે અમદાવાદ ગયા ન હતા. તેમ છતાં તેમના અમેરિકન ડૉક્‍ટરના નિર્ણય પર વિશ્વાસ રાખીને, ડૉ. જેસન, તેમની પત્‍ની રોઝમેરી અને તેમની માતા જાણીતા કાર્ડિયોલોજિસ્‍ટ ડૉ. તેજસ પટેલની દેખરેખ હેઠળ અમદાવાદ આવ્‍યા હતા.

ડૉ. તેજસ, જેમને દેશના ત્રીજા સર્વોચ્‍ચ પદ્મભૂષણ અને પદ્મશ્રી એવોર્ડથી પણ નવાજવામાં આવ્‍યા છે, ઉપરાંત તેમને મેડિસિનમાં પ્રતિષ્‍ઠિત ડૉ. બી.સી. રોય પુરસ્‍કાર સહિત અનેક પ્રતિષ્ઠિત પુરસ્‍કારો પણ મળ્‍યા છે. તેઓ વિશ્વવિખ્‍યાત કાર્ડિયોલોજિસ્‍ટ છે. ડૉ. તેજસ પટેલ તેમના કોરોનરી એન્‍જીયોગ્રાફી અને ટ્રાન્‍સરેડીયલ ટેકનીક સાથેના કાર્ય માટે જાણીતા છે, જેણે કોરોનરી હસ્‍તક્ષેપ, દર્દીની સલામતી અને સારવારમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. તેમણે હોસ્‍પિટલમાં રહેવાની અવધિ ૩-૫ દિવસથી ઘટાડીને ૨૪-૩૬ કલાક કરી દીધી છે.

૧,૨૫,૦૦૦ થી વધુ લેબ પ્રોસીજર્સનો તેમનો અનુભવ ભારતમાં કોઈ એકમાત્ર ઓપરેટર દ્વારા કરાયેલી સૌથી વધુ પ્રોસીજર્સ છે, અને વિશ્વમાં સૌથી વધુમાંવધુ પ્રોસીજર કરનારાઓ માહેના એક છે.  ૨૦૧૮ માં, તેમણે રોબોટિક-આસિસ્‍ટેડ પીસીઆઇની પહેલ કરી અને વિશ્વના પ્રથમ પાંચ ટેલિરોબોટિક કોરોનરી હસ્‍તક્ષેપ ઇન્‍ટરવેનસન પણ કર્યા, જે ૨૦૧૯ માં સૌથી પ્રતિષ્‍ઠિત તબીબી જર્નલ્‍સ, ધ લેન્‍સેટમાં પ્રકાશિત થયા છે.

એએસઆઇની તેમની ટીમે ૭૦૦થી વધુ રોબોટિક-સહાયિત પકર્યુટેનિયસ કોરોનરી ઇન્‍ટરવેન્‍શન્‍સ કર્યા છે, જે વિશ્વભરમાં સૌથી વધુ છે. ૯૯.૮%ના સફળતા દર સાથે, કોરોનરી ઇન્‍ટરવેંશન્‍સમાં, જેમાં જટિલ લેસન્‍સ જેમ કે સીટીઓ (ક્રોનિક ટોટલ ઓક્‍લુઝન), એલએમસીએ ઇન્‍ટરવેંશન્‍સ, અને જટિલ બાઇફર્કેશન લેસન્‍સ શામેલ છે, તે આંતરરાષ્‍ટ્રીય ધોરણો સાથે ખૂબ જ ઉચ્‍ચ સલામતીના રેકોર્ડ ધરાવે છે.

આヘર્યની વાત નથી કે ડૉ. જેસને તેની સર્જરી માટે એપેક્‍સ હોસ્‍પિટલ અને ડૉ તેજસને પસંદ કર્યા. તેમના નમ્ર સ્‍વભાવ માટે જાણીતા ડૉ. તેજસ પટેલે કહ્યું કે તેમને સારું લાગ્‍યું કે ડૉ. જેસને તેમના હૃદયની સર્જરી માટે તેમના પર વિશ્વાસ કર્યો.

ડૉ. જેસન પોતે પણ ડૉક્‍ટર-સર્જન હોવાને કારણે તેઓ જાણતા હતા કે સૌથી ખરાબ શું થઈ શકે છે અને તેઓ કઈ પ્રક્રિયાઓમાંથી પસાર થશે, તેમણે કહ્યું કે, ‘એકવાર તમે નક્કી કરી લો, પછી તમારે તમારા ડૉક્‍ટર પર સંપૂર્ણ વિશ્વાસ રાખવો જોઈએ.' આ એક મંત્ર એવો છે જેનું આપણે બધાએ પાલન કરવું જોઈએ.

ડૉ. તેજસ પટેલ કહે છે, ‘‘જ્‍યારે ડૉ. જેસને અહીં એપેક્‍સમાં આવવાનો નિર્ણય લીધો ત્‍યારે હું ખૂબ જ ચોંકી ગયો હતો કારણ કે તે વિશ્વના કોઈપણ અન્‍ય સ્‍થળે-યુએસ કે યુરોપમાં કોઈ પણ જગ્‍યાએ જઈ શકયા હોત-પરંતુ તેમણે તેમના પોતાના હાર્ટ માટે અમારા પર વિશ્વાસ કર્યો, અને તે અમારા માટે અત્‍યંત હૃદયસ્‍પર્શી ઘટના છે. મને લાગે છે કે આ વાસ્‍તવિક મેડિકલ ટુરિઝમ છે.''

ડૉ. જેસનનું ડો. એસ. ભટ્ટાચાર્ય અને ડો. તજસ પટેલના માર્ગદર્શન હેઠળ ઑપરેશન કરવામાં આવ્‍યું હતું અને હવે તે સ્‍વસ્‍થ થઈ રહ્યાં છે.

આટલા ટ્રાયલ-બ્‍લેઝિંગ રેકોર્ડ્‍સ અને સિદ્ધિઓ હોવા છતાં, ડૉ. તેજસ ખૂબ જ સ્‍પષ્ટ છે કે તેમની હાર્ટ ઇન્‍સ્‍ટિટયૂટના વિસ્‍તરણ માટે તેમની કોઈ યોજના નથી.  તે માત્ર સંતોષમાં જ માનતા નથી પણ તેમને લાગે છે કે તે જે પણ તબીબી સંભાળ ઓફર કરે છે તેમાં ઉચ્‍ચ ગુણવત્તાની ખાતરી કરવા માટે શ્રમ કરવો વધુ મહત્‍વપૂર્ણ છે. વિવિધ જર્નલમાં ૩૦૦થી વધુ લેખો અને સંશોધન પત્રો છપાવનાર  ડૉ. તેજસ માને છે કે સાચા ડૉક્‍ટર જ ડીલીવર્ડ કરે છે.

ડૉ. જેસનની પત્‍ની રોઝમેરી કહે છે કે તેઓએ અમદાવાદમાં એપેક્‍સ હાર્ટ કેર પસંદ કર્યું કારણ કે તેઓ વિશ્વની સૌથી વિકસિત મેડિકલ ટેકનિક ઇચ્‍છતા હતા. ડૉ. જેસને વધુમાં ઉમેર્યું કે, ‘‘હું ઘણી જગ્‍યાએ ઘણી હોસ્‍પિટલોમાં ગયો છું. મારે ઉમેરવું જોઈએ કે મેં આનાથી વધુ સ્‍વચ્‍છ હોસ્‍પિટલ જોઈ નથી.''

એપેક્‍સ હાર્ટ ઈન્‍સ્‍ટિટયૂટમાં બાયપાસ સર્જરી અને એન્‍ડઆર્ટેરેક્‍ટમી બાદ, ડૉ. જેસન અમેરિકા પરત ફરવા માટે તૈયાર છે. એન્‍ડારટેરેક્‍ટોમી એ એક સર્જિકલ પ્રોસિજર છે, જેમાં આર્ટરીના લાઇનીંગમાંથી પ્‍લાક બિલ્‍ડઅપ દૂર કરવામાં આવે છે, જેના દ્વારા અવરોધો અથવા સાંકડી નળીની સમસ્‍યાઓને પહોંચી વળીને રક્‍તનો પ્રવાહ સુધારવામાં આવે છે.

દર્દીઓ તેમના ડોકટરો પર સંપૂર્ણ વિશ્વાસ રાખવાનું બીજું ઉદાહરણ ડો. અમન પટેલ  છે. તાજેતરમાં, તેમણે ૯૭ વર્ષીય મહિલા પર PAMI (મ્‍યોકાર્ડિયલ ઇન્‍ફાર્ક્‍શનમાં પ્રાથમિક એન્‍જીયોપ્‍લાસ્‍ટી) સફળતાપૂર્વક કર્યું. ડૉ. અમને પણ કહ્યું કે,  તે મહિલા ખૂબ સારું અનુભવે છે.

એપેક્‍સના અનુભવે ડૉ. જેસનના પરિવારને ભારત પ્રત્‍યે આકર્ષિત કરી દીધું. તેઓ હવે તેમના પાંચ બાળકો સાથે એવરેસ્‍ટ બેઝ કેમ્‍પની મુલાકાત લેવાનું આયોજન કરે છે. તે એક યોગ્‍ય પસંદગી લાગે છે - જેમ એવરેસ્‍ટ પર ચડવું એ માનવ સિદ્ધિનું શિખર છે, તેમ ડૉ. જેસનની એપેક્‍સ હાર્ટ ઇન્‍સ્‍ટિટયૂટની યાત્રા તબીબી સંભાળમાં સર્વોચ્‍ચ વિશ્વાસનું પ્રતીક છે. (પૂરક વિગતો : વિનોદ ગાલા, ભૂજ)

(11:16 AM IST)