News of Monday, 31st March 2025
ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારીનો આપઘાત

(નીતિન ચોટાઇ દ્વારા) ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા એક કર્મચારીએ સિવિલ હોસ્પિટલમાં જ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હોવાનો એક બનાવ બન્યો છે, જેમાં ઘણા સમયથી ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા અંદાજિત ૩૨ વર્ષીય પિયુષ રમેશભાઈ વાઢીયા નામના કર્મચારીએ સિવિલ હોસ્પિટલમાં જ દરવાજા બંધ કરીને બપોરના સમયે આપઘાત કરી લીધો હોવાની બાબત સામે આવી છે. આપઘાતની ઘટના બન્યા બાદ સિવિલ હોસ્પિટલમાં દોડધામ મચી ગઈ હતી.
આ મામલે સૂત્રો પાસેથી મળતી માહિતીઓ અનુસાર, આપઘાત કરવાનું કારણ પારિવારિક સમસ્યા તેમજ આર્થિક સંકળામણ અને તેમની સાથે કોઈ પણ પ્રકારની લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની બાબતે તેમના દ્વારા આપઘાતનું પગલું ભરી લેવામાં આવ્યું હોવાનું ચર્ચા રહ્યું છે. જોકે આ મામલાની અંદર સત્ય હકીકત શું છે તે પોલીસ તપાસ બાદ સામે આવી શકે છે
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
