<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st March 2025

ચોટીલાના સુખસરના સોમાભાઇએ મગજ ભમતો હોઇ આપઘાત કર્યો

રાજકોટ તા. ૩૧: ચોટીલાના સુખસર ગામે રહેતાં સોમાભાઇ હરજીભાઇ સરવૈયા (ઉ.વ.૫૭) નામના પ્રોૈઢે ગઇકાલે સવારે વાડી વિસ્‍તારમાં હતાં ત્‍યારે ઝેરી દવા પી લેતાં ચોટીલા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

આપઘાત કરનાર સોમામાભાઇ ચાર ભાઇ અને બે બહેનમાં નાના હતાં. સંતાનમાંએક પુત્ર તથા એક પુત્રી છે. પોતે ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. માનસિક તકલીફ હોઇ તેની દવા ચાલુ હતી. આ કારણે કંટાળીને આપઘાત કર્યાનું સગાએ જણાવ્‍યું હતું.

મોરબીના પીપળી ગામે યુવાન બીજા માળેથી પટકાયો

મોરબીના પીપળી ગામે સિરામીક ફેક્‍ટરીમાં નોકરી કરતો અને ત્‍યાં જ રહેતો લક્ષમણ કમરૂભાઇ પાન (ઉ.વ.૩૯) સાંજે બીજા માળેથી પડી જતાં ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં મોરબી તાલુકા પોલીસને જાણ કરાવમાં આવી હતી. 

(11:48 AM IST)