News of Monday, 31st March 2025
ચણાના મુદે ખેડૂતોના હિતમાં શૈલેષ અજાણીની મંત્રીને રજુઆત

રાજકોટ તા. ૩૧ :.. ગોંડલ તાલુકા ભાજપ પ્રભારી અને રાજકોટ તાલુકાના ખેડૂત અગ્રણી શૈલેષ અજાણીએ ખેડૂતોને મળતા ચણા અંગેના મેસેજ બાબતે કૃષિમંત્રીશ્રી રાઘવજી પટેલ અને જિલ્લા ખેતીવાડી તંત્રને રજૂઆત કરી ખેડૂતો માટે મુશ્કેલી સર્જનાર જવાબદાર એજન્સી સામે પગલા લેવા રજૂઆત કરી છે.
શૈલેષ અજાણીએ જણાવેલ કે રાજકોટ તાલુકાના ખોરાણા ગામમાં મારા ખેતરમાં મેં ચણા વાવેલ છે. ખેતરમાં તે જોઇ શકાય છે. છતાં સેટેલાઇટ ઇ-મેજથી સર્વે કરનાર અરજીએ મેં ચણા ન વાવ્યાનું કારણ આપી ટેકાના ભાવે વેચવા માટેની મારી અરજી નામંજૂર કર્યાનો મેસેજ મને કર્યો છે. અન્ય કેટલાય ખેડૂતોને પણ આ પ્રકારના મેસેજ મળ્યાનું મને જાણવા મળેલ છે. કેન્દ્ર અને રાજયની ભાજપ સરકાર ખેડૂતોના હિતમાં અનેક પગલા લઇ રહી છે. ચણાના પ્રશ્ને મેં કૃષિમંત્રીને રજૂઆત કરતા તેમણે ખૂબ હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. ખેડૂતોની રજૂઆત અંગે પોતે તપાસ કરાવશે. કોઇ ખેડૂતને અન્યાય નહિ થાય તેવી તેમણે હૈયાધારણ આપી છે.
(12:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
