<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st March 2025

એપ્રિલના પ્રારંભે કમોસમી માવઠાની સંભાવના

કચ્‍છ-પૂર્વ-દક્ષિણ ગુજરાતમાં શકયતા વધુ-સૌરાષ્‍ટ્રમાં ઓછી

વાંકાનેર, તા. ૩૧ :  આવતીકાલથી એપ્રિલ માસની શરુઆત થશે. ભારતીય હવામાન વિભાગ દ્વારા આવતીકાલ અને પરમદિવસ માટે ગુજરાતમાં તાપમાન બે થી ત્રણ ડીગ્રી વધે તેવી સંભાવના દર્શાવાઇ છે. સાથે સાથે એપ્રિલના પ્રારંભના બે દિવસ સુધીમાં ગુજરાતમાં વાતાવરણના બદલાવ સાથે રાજયના કચ્‍છ તથા પૂર્વ અને દક્ષિણ વાતાવરણના બદલાવ સાથે રાજયના કચ્‍છ તથા પૂર્વ અને દક્ષિણના હિસ્‍સાઓમાં હળવા માવઠાની આગાહી દર્શાવાઇ છે. સ્‍કાયમેટના વીપી મહેશ પલાવત પણ ગુજરાત માટે આ અનુરૂપ જ વાતાવરણમાં બદલાવ થવાનું જણાવે છે.

કમોસમી માવઠાની પ્રમોન્‍સૂન ગતિવિધ અંગે વિવિધ વેધર ચેનલો પર દૃષ્‍ટિપાત બાદ એમ કહેવું યોગ્‍ય ગણાશે કે ગુજરાત માટે વિતેલા વર્ષની સરખામણીએ પ્રીમોન્‍સૂન એકટીવીટી વહેલી શરૂ થઇ રહી છે.

 

(12:14 PM IST)