હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 31st March 2025
મુન્દ્રા પોર્ટ ઉપરથી ઝડપાયેલ ૨૧ હજારના ડ્રગ્સ કેસનો આરોપી વસીમબાબા ઈન્દોરથી ઝડપાયો
રર થી વધુ ગુન્હામાં સંડોવાયેલઃ એટીએસ પોલીસની કાર્યવાહી

ભુજઃ મધ્યપ્રદેશની ઈન્દોર પોલીસે ડ્રગ્સ માફિયાઓ ઉપર નજર રાખી ડ્રગ્સ પેડલરોની જાળ તોડવાના પ્રયાસ સાથે વસીમબાબા ની ધરપકડ કરી છે. ડ્રગ્સ માફિયાઓની સિન્ડિકેટ સાથે સંકળાયેલ વસીમબાબાનું થોડા સમય પહેલા મુન્દ્રા પોર્ટ ઉપરથી ઝડપાયેલ ૨૧ હજાર કરોડના ડ્રગ્સ પ્રકરણમાં કનેક્શન હોઈ ગુજરાત એટીએસ પોલીસ તેને શોધી રહી હતી. ડ્રગ્સ સબંધી ૨૨ થી વધુ ગુનામાં સંડોવાયેલ વસીમબાબા ઉપર અન્યત્ર પણ ગુનાઓ નોંધાયેલા હોઈ તેની વધુ તપાસ ચાલુ છે
(12:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
