<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st March 2025

કપરા ઉનાળામાં ધારીના ગીર વિસ્‍તારમાં વન વિભાગ દ્વારા વન્‍ય પ્રાણીઓને પીવાના પાણી માટે ર૪૭ વોટર પોઇન્‍ટ બનાવાયા

અમરેલીઃ જિલ્લાના ધારી ગીર પૂર્વ વિસ્‍તારમાં વન વિભાગ દ્વારા વન્‍ય પ્રાણીઓ ઉનાળાના કપરા સમયમાં કળત્રિમ પાણીના પોઇન્‍ટ શરૂ કરવામાં આવ્‍યા છે આ ગરમીના દિવસોમાં વન્‍ય જીવોને પાણીની સતત મળી રહે તે માટે જંગલ વિસ્‍તારમાં અલગ અલગ વેવાસ્‍થા ઊભી કરવામાં આવી છે ગીરના જંગલો મા સિંહ, દીપડા, હરણ, કાળિયાર અને નીલગાય જેવા અસંખ્‍ય પ્રાણીઓનો વાસ છે અને ઉનાળામાં કુદરતી જળષાોતો સૂકાઈ જતા હોવાથી તેમના માટે પાણીની ગંભીર અછત ઊભી થતી હોઈ છે આ સમસ્‍યાના નિરાકરણ માટે વન વિભાગે ૨૪૭ કળત્રિમ પાણીના પોઇન્‍ટ શરૂ કર્યા છે જેમાં સોલાર એનર્જી પવન ચક્કીઓ ટેન્‍કર અને શ્રમયોગી દ્રારા પાણીની કુંડીઓ ભરવામાં આવી રહી છે.

ચોમાસા દરમિયાન ગીરના જંગલોમાં તળાવો, નદીઓ અને નાના ઝરણાઓ દ્વારા વન્‍ય પ્રાણીઓને પીવાના પાણી સરળતાથી મળી રહેતા હોય છે ઉનાળાની શરૂઆત સાથે જ આસ્ત્રોતો ધીરે-ધીરે સૂકાઈ જાય છે, જેના કારણે વન્‍ય પ્રાણીઓને પાણી મેળવવા માટે લાંબું અંતર કાપવું પડે છે આ પરિસ્‍થિતિમા વન વિભાગે ધારી ગીર પૂર્વ વિસ્‍તારમાં ૨૪૭ પાણીના પોઇન્‍ટ સ્‍થાપિત કર્યા છે, જેમાંથી કેટલાક કુદરતી તળાવો અને કુંડોને ફરી સજીવન બનાવવામાં આવ્‍યા છે,ગરમીના તાપમાનને ધ્‍યાનમાં લઈને પાણીના પોઇન્‍ટ પર ઠંડા પાણીના પલાળેલા કોથળા મૂકવામાં આવે છે જેથી કરી ને જંગલમાં રહેતા પતંગિયા મધ માખીઓ પાણી ની તરસ છીપાવી શકે ગીર પૂર્વ વિસ્‍તાર ગુજરાતમાં એશિયાટિક સિંહોની સૌથી મોટી વસ્‍તી ધરાવે છે અને આ પ્રાણીઓ ઉનાળામાં પાણીની તલાશમાં માનવ વસ્‍તીની નજીક આવી જાય છે ત્‍યારે જંગલમાં કુત્રિમ પાણી ના પોઇન્‍ટ ને કારણે જંગલ અંદર જ સિંહો ને પાણી મળી રહે છે જેથી જંગલમાં રહેતા સિંહો જંગલ બહાર જવાનું ટાળતા હોય છે

ધારી ગીર પૂર્વ વિસ્‍તારના ખાંભા, તુલસીશ્‍યામ દલખાણીયા, હડાળા પાણીયા સાવરકુંડલા અને જસાધાર સહિત સાત રેન્‍જનો સમાવેશ થાય છે વન વિભાગના  વિકાસ યાદવ દ્રારા તમામ રેન્‍જમાં ઉનાળા ના કપરા સમયમાં વન્‍ય પ્રાણીઓ માટે ખાસ પાણી ની વ્‍યવસ્‍થા ઊભી કરાઈ છે તમામ રેન્‍જના વન અધિકારીઓ દ્વારા નિયમિત મોનિટરિંગ કરવામાં આવે છે, અને પાણીના પોઇન્‍ટની જાળવણી યોગ્‍ય રીતે થાય તેની ખાતરી કરવામાં આવે છે.

(12:27 PM IST)