News of Monday, 31st March 2025
જુનાગઢના પત્રકાર સ્વ. દેવેન્દ્રસિંહ ચૌહાણની છઠ્ઠી પૂણ્યયતિથી શ્રધ્ધાંજલી

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ૩૧: જુનાગઢ પત્રકાર જગતમાં અનોખી નામના મેળવી યુવા અવસ્થામાં વિદાય લેનાર ટીવી નાઇનના રીપોર્ટર દેવેન્દ્રસિંહ પ્રભાતસિંહ ચૌહાણની આજે છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથી છે.
અકિલાના પત્રકાર સ્વ. સૂર્યકાન્તભાઇ જોષી ના મદદનીશ તરીકે પત્રકારત્વ ક્ષેત્રે કારકીર્દી શરૂ કરી અને અનેક ટીવી ચેનલોમાં કામગીરી કરી છેલ્લે ટીવી નાઇનના એકટીવ પત્રકાર તરીકે નામના મેળવનાર દેવેન્દ્રસિંહને આજે પણ પત્રકાર જગત યાદ કરે છે એવા જાંબાઝ પત્રકારના પત્ની સંગીતાબેન પુત્રી ભાર્ગવીને સાધુ સંતો અને આગેવાનો યાદ કરી મો. નં. ૯૯૦૯૯ ૪૧પ૩૧ શ્રધ્ધાંજલી આપી રહ્યા છે.
(2:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
