News of Monday, 31st March 2025
અમરેલીના સરંભડામાં બાવાજી આધેડની ક્રૂર હત્યાઃ સનસનાટી
આખા શરીર ઉપર તીક્ષ્ણ હથિયારોના ઘા જીકી હત્યા નીપજાવ્યાની ફરિયાદ

(અરવિંદભાઈ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૩૧: અમરેલી પંથકના સરંભડા ગામે રહેતા એક બાવાજી આધેડની શરીર ઉપર તીક્ષણ હથિયારોના ઘા જીકી હત્યા નીપજાવેલી લાશ મળી આવતા સન સનાટી મચી જવા પામી હતી.
આ બનાવની વિગતો એવા પ્રકારની છે કે, અમરેલીના સરંભડા ગામે રહેતા રમેશ કનુભાઈ હરિયાણી નામના બાવાજી આધેડની એ જ ગામના શરદભાઈ કાછડીયાના ઘરેથી શરીર ઉપર માથામાં ચહેરા ઉપર તથા છાતી ઉપર તીક્ષ્ણ હથિયારોના ઘા જીકી કૃરતાપૂર્વક હત્યા નીપજાવેલી લાશ મળી આવતા પોલીસે ઘટના સ્થળે જઈ લાશનો કબજો મેળવી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
આ બનાવ અંગે રમેશભાઈના ભત્રીજા અનિલ ધનસુખભાઈ હરિયાણી નામના વકીલે અજાણ્યા શખ્સો સામે હત્યા નીપજાવ્યાની ફરિયાદ તાલુકા પોલીસ મથકમાં નોંધાવી હતી.
હત્યા પાછળનું કારણ શું છે સહિત અનેક સવાલોની ચર્ચા જાગી છે આ બનાવને પગલે સનસનાટી મચી જવા પામે હતી.
(2:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
