<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st March 2025

ટંકારા લતીપર ચોકડી નજીકથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો

 

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૩૧ :  ટંકારા લતીપર ચોકડીથી લતીપર જવાના રોડ પર ટી સ્ટોલ પાસેથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો મૃતકની ઓળખ મેળવવા અને વાલીવારસની શોધખોળ પોલીસે હાથ ધરી છે

ટંકારા સરકારી હોસ્પીટલના ડોકટરે ટેલીફોનીક જાણ કરી હતી જે લતીપર ચોકડીથી લતીપર જતા રોડ પરથી વજાબાપા ટી સ્ટોલ ખાતેથી ૧૦૮ એમ્બ્યુલન્સથી એક અજાણ્યા પુરુષ આશરે ૪૦ વર્ષ વાળાનો મૃતદેહ ટંકારા સરકારી હોસ્પિટલ લાવવામાં આવ્યો છે જેના વાલીવારસ વિશે કોઈ માહિતી નથી જેથી માહિતી હોય તો ટંકારા પોલીસ મથકે જાણ કરવા જણાવ્યું છે

ટંકારા પોલીસ સ્ટેશન મોબાઈલ નંબર ૬૩૫૯૬ ૨૬૦૭૬, ટંકારા પીઆઈ કે એમ છાસીયા મો. નં. ૬૩૫૯૬ ૨૬૦૭૫, ટંકારા પોલીસ આર એન કણઝરીયા – ૯૭૩૭૫ ૪૭૫૫૫.

(2:26 PM IST)