News of Monday, 31st March 2025
સોયલગામના ટોલનાકા પાસે કારના ચોરખાનામાં છુપાવેલ ઇંગ્લીશ દારૂના ચપલા તથા બે મોબાઇલ ફોન તથા કાર મળી ૫,૬૭,૨૦૦ના મુદામાલ સાથે બે શખ્શોને પકડી પાડતી જામનગર-એલ.સી.બી. : જૂઓ વિડિયો
દારૂનો જથ્થો પોતે સંજુ ઉર્ફ ગબ્બર( રહે.ગોવા વાળા ) પાસેથી લઇ આવેલ જેને પકડવાની કાર્યવાહી ચાલુ

જામનગર :પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ અશોકકુમાર (IPS) નાઓએ પ્રોહીબીશન તથા જુગાર ધારા હેઠળના કેસો શોધી કાઢવા જણાવેલ હોય, જેથી જામનગર જીલ્લાના પોલીસ વડા પ્રેમસુખ ડેલૂ (IPS) નાઓએ જામનગર જીલ્લા માથી દારૂ જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા પ્રોહીબીશન તથા જુગાર ધારાના કેસો શોધી કાઢવા અંગે સુચના કરેલ હોય, જેથી એલ.સી.બી.ના પોલીસ ઇન્સ.વી.એમ.લગારીયા નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના પો.સ.ઈ. પી.એન.મોરી તથા પો.સ.ઇ.સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફના માણસો જામનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં પ્રોહી જુગારના કેશો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા.
દરમ્યાન એલ.સી.બી.ના સ્ટાફના, અરજણભાઇ કોડીયાતર તથા કિશોરભાઇ પરમાર તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા રૂષીરાજસિંહ વાળાને મળેલ ખાનગી હકિકત આધારે સોયલગામ ના ટોલ નાકા પાસે (૧) અકરમ મહમદભાઇ બ્લોચ મકરાણી ઉવ.૩૫ ધંધો ડ્રાઇવિંગ( રહે. હર્ષદમીલની ચાલી નીલકંઠ સોસાયટી ધર્મરાજ મંડપ સર્વિસ સામે જામનગર) (૨) બીપીન સોમાભાઈ ચાવડા ઉ.વ.૩૫ ધંધો મજુરી( રહે.ન્યુ સાધના કોલોની બ્લોક નં-એમ.૫૧ રૂમ નં-૩૮૬૫ જામનગર વાળા) ઓ સફેદ કલરની બ્લેક પટા વાળી મારૂતી સુઝુકી કંપનીની બ્રેજા કાર રજી નં-જે.જે.૨૭ સી.એમ. ૫૭૮૬ ની કારમા ચોર ખાના બનાવી કારમાથી ઇંગ્લીશ દારૂની ચપલા નંગ-૫૬૨ કિ.રૂ. ૫૬,૨૦૦/- તથા બે મોબાઇલ ફોન કિ.રૂ.૧૧,૦૦૦/-તથા કાર કિ.રૂ. ૫,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૫,૬૭,૨૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા પકડી પાડી મજકુર ઇસમ વિરૂધ્ધ પો.હેડ કોન્સ. મથુરસિંહ પરમાર એ ફરીયાદ રીપોટ આપતા એ.એસ.આઇ.ધનશ્યામભાઇ ડેરવાળીએ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે. આ દારૂનો જથ્થો પોતે સંજુ ઉર્ફ ગબ્બર( રહે.ગોવા વાળા ) પાસેથી લઇ આવેલ છે જેને પકડવાની કાર્યવાહી ચાલુ છે
આ કાર્યવાહી પો.ઇન્સ વી.એમ.લગારીયા ના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ.પી.એન.મોરી તથા પો.સ.ઈ.શ્રી સી.એમ.કાટેલીયા તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, ધમેન્દ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઇ પરમાર, ભરતભાઇ ડાંગર, ધનશ્યામભાઇ ડેરવાળીયા, સુમીતભાઈ શીયાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા, ભારતીબેન ડાંગર, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ધમેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામા આવેલ છે.
(11:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
