News of Tuesday, 1st April 2025
સાયલા-પાળીયાદ હાઈવે પર માંતેલા બેફામ ડમ્પરે સ્કૂલ વાનને ટક્કર મારતા એક વિદ્યાર્થીનું કરૂણમોત
વાંટાવચ્છ ગામના પાટીયા નજીક બેફામ ડમ્પરે સ્કૂલવાનને ટક્કર મારી:અકસ્માતમાં 12 જેટલા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-પાળિયાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં માંતેલા સાંઢની માફક ધસી આવેલા ડમ્પરે સ્કૂલ વાનને ટક્કર મારતા એક વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે, જ્યારે 11 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આ્યા છે.
સુરેન્દ્રનગરની સુદામડા ઉપાસના વિદ્યાલયના વિદ્યાર્થીઓને લઈ જતી સ્કૂલવાન વિદ્યાર્થીઓને લઈને ઉમાપર ગામ તરફ જઈ રહી હતી. આ દરમિયાન સ્કૂલવાન સાયલા-પાળીયાદ હાઈવે પરથી પસાર થઈ રહી હતી, ત્યારે વાંટાવચ્છ ગામના પાટીયા નજીક બેફામ ડમ્પરે સ્કૂલવાનને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 12 જેટલા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે.
આ અકસ્માતની જાણ થતાં પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યાં ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર અર્થે સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડિકલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ધો.8માં અભ્યાસ કરતા રોહિત ભરતભાઈ વજકાણીનું મોત નિપજ્યું હતુ.
પ્રાથમિક તપાસમાં આજે ઈદની રજા હોવા છતાં સ્કૂલ સંચાલકોએ સાંસ્કૃતિક કાર્યક્રમોની તૈયારી માટે વિદ્યાર્થીઓને શાળામાં બોલાવ્યા હતા. જ્યાં કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને લઈ જતી વખતે આ અકસ્માત સર્જાયો હતો. હાલ તો પોલીસે અકસ્માત સર્જનાર ડમ્પર ચાલકની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(12:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
