વિરપુર (જલારામ)ના મેવાસામાં શ્રી રામબાપુના મંદિરે ભવ્ય રામનવમી મહોત્સવ
ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજ દ્વારા ભવ્ય આયોજનઃ રાત્રીના ભવ્ય લોકડાયરો-સંતવાણી

(કિશન મોરબીયા દ્વારા) વિરપુર (જલારામ), તા. ૧: વીરપુર (જલારામ) પાસેના મેવાસા ગામે ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના સંત પૂજ્ય ભક્ત શ્રી રામબાપુના મંદિરે રામનવમી મહોત્સવ-૨૦૨૫ ધામધૂમથી ઉજવાશે.
મેવાસા ગામમાં પણ એક સંત થયા છે,૧૪૭૦માં સોમનાથની સખાતે ચડેલા બસો રાજપુતોના વંશજો ખ્યાતિ મેળવેલા સૌરાષ્ટ્ર પ્રાંતના ખ્યાત રાજપુતો (ખાંટ રાજપુતો) જેઓ રાજપાટ માટે નથી લડયા,પરંતુ ધર્મના રક્ષણ માટે લડી પોતાના બલીદાનો દીધા છે,એમાના ચુડાસમા વંશના લાધોજી (ગામ લાલકુ તેના વંશના લાલકીયા ચુડાસમા) તેના વંશમાં અખેરાજસિંહજી થયા આ અખેરાજસિંહજીએ ભગવાન સોમનાથની સખાત કરી અને ખ્યાત રાજપુત (ખાંટ રાજપુત) થયા. સોમનાથ દાદાની સખાતથી બારમી પેઢીએ ચુડાસમા લાલકીયા વંશમાં ભક્ત શ્રી રામબાપુ (ભકતશ્રી રામબાપા) થયા છે. મુળ ગામ માખાકરોડ બાદ મેવાસા ગામે ભગવાન શ્રી રામની ભક્તિ કરીને તપોભૂમિ તરીકે સ્થાપિત કરી આજે પણ રામબાપાનો વિરડો પણ પ્રખ્યાત છે અને ભક્ત શ્રી રામબાપુએ અનેક પરચાઓ આપ્યા છે ત્યારે સમસ્ત ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના આસ્થાના પ્રતીક એવા મેવાસા ગામે આવેલ ક્ષત્રિય ખ્યાત રાજપૂત (ખાંટ રાજપૂત) સમાજના સંત ભક્ત શ્રી રામબાપુ (રામબાપા)ની જગ્યા મેવાસામાં દર વર્ષે રામનવમી મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે, દર વર્ષની જેમ આ વર્ષે પણ સમસ્ત ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે,જેમાં ભગવાન શ્રી રામના જન્મોત્સવને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવશે તેમજ રામનવમીના પવિત્ર દિવસે પૂજ્ય સંત શ્રી રામબાપાના મંદિરે ખાંટ રાજપૂત સમાજના રાજગોર વિદ્વાન શાષાી રાજકોટ વાળા લલીતભાઈ ઠાકર દ્વારા શાષાોકત વિધીથી પંચ કુંડી યજ્ઞ-હવન યોજાશે તેમજ ધ્વજારોહણ, મહાપ્રસાદ, સાથે સાથે જેમાં સાંજે સત્યનારાયણ ભગવાનની કથા તેમજ રાત્રે ભવ્ય લોકડાયરો પણ યોજાશે આ લોકડાયરામા મહેશભાઈ વાગડીયા-ખીરસરા (લોક સાહિત્ય), નિતીનભાઈ મુળીયા-તરવડા (લોક સાહિત્ય), મનોજભાઈ જોરીયા-પાંચપીપળા (લોક સાહિત્ય), પુનમબેન રાઠોડ (દેવધરીયા) જુનાગઢ (ભજનિક), પાયલબેન ગુજરાતી (વાગડીયા) જેતપુર (લોકગીત), દક્ષાબેન લાલકીયા હરિપર (ભજનિક), ધીરૂભાઈ પરમાર-નવાગામ (ભજનિક), સુધીરભાઈ રાઠોડ-લુણાગરી (ભજનિક), ધીરૂભાઈ વાઘેલા- આંબલીયારા (ભજનિક), ભગવાનજીભાઈ- કોલીથળ (ભજનિક), રમેશભાઈ મકવાણા- આંબલીયારા (ભજનિક), સિધ્ધરાજ ચાવડા ચિરોડા (ભજન/લોકગીત) સહિતના નામી અનામી કલાકારો લોકસાહિત્ય તેમજ ભજન સંતવાણીમાં પોતાની કલા પીરસસે.
આ રામનવમી મહોત્સવ ધામધૂમથી ઉજવવા એક ઉત્સવ સમિતિની રચના પણ કરવામાં આવી હતી, આ રામનવમી મહોત્સવમાં સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે તેમજ ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના ગામે-ગામથી સમાજના પાંચસો જેટલા યુવાનો સ્વયંસેવક તરીકે આ રામનવમી મહોત્સવમાં સેવા આપશે, પૂજ્ય રામ બાપાના મંદિરે રામનવમી મહોત્સવ ૨૦૨૫માં ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના આગેવાનો, અગ્રણીઓ, વડીલો, યુવાનો મોટી સંખ્યામાં ઉમટી પડવા શ્રી રામનવમી ઉત્સવ સમિતિની એક યાદીમાં જણાવાયું છે.(૬.૧)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
