News of Tuesday, 1st April 2025
ભુજમાં ૪૧ લાખનું કોકેઇન ઝડપાયુ
માનકુવા વિસ્તારમાં માદક પદાર્થ સાથે બે આરોપી કારમાં ઝડપાયા

ભુજ તા.૧: માનકુવા વિસ્તારમાં આવેલ OAKSWOOD સોસાયટી, કોડકી રોડ ભુજમાં આરોપીના કબ્જાની કાર માંથી માદક પદાર્થે કોકેઇન ૪૧ ગ્રામ તથા અફીણ ૦૨ ગ્રામ નાર્કોટિક્સનાં મુદામાલ સાથે ઝડપી પાડી ઉપરોક્ત મજકૂર આરોપીઓ વિરુદ્ધ માનકુવા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી. એસ. એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
કબ્જે કરેલ મુદ્દામાલમાં (૧) માદક પદાર્થ કોકેઇન જેનું કુલ વજન ૪૧ ગ્રામ કી.રૂા.,૪૧,૦૦,૦૦૦/- (૨) માદક પદાર્થ અફીણ જેનું કુલ વજન ૦૨ ગ્રામ કી.રૂા. ૨૦૦/- (૩) હુન્ડાઈ ૧-૨૦ કાર કી.રૂ.૫,૦૦,૦૦૦/- (૪) મોબાઈલ નંગ-૦૨ કી.રૂ.૧૦,૦૦૦/ (૫) રોકડા રૂપિયા ૯,૯૦૦/-
કુલ્લ કી.રૂ.૪૬,૨૦,૧૦૦/- સાથે
(૧) મયુર રસીકલાલ સોની, ઉ.વ-૩૪, રહે. OAKSWOOD સોસાયટી, મ.નં.૪૪, કોડકી રોડ ભુજ તથા (૨) ગુરૂદેવીસિંગ ઉર્ફે મનીન્દર સિંગ સતનામસિંગ કારૂ, ઉ.વ ૩૧,રહે.ગામ-દુનકે,તા.બગાનપુરા જી.મોગા પંજાબ હાલ રહે, જલારામ સોસાયટી એરપોર્ટ રોડ-ભુજને પકડી પાડેલ છે.
આ કામગીરીમાં એસ.ઓ.જીનાં પોલીસ ઇન્સ્પેકટર કે.એમ.ગઢવી તથા પોલીસ સબ ઇન્સ્પેકટર એન.ડી.જાડેજા.ડી.બી.વાઘેલા, તથા એ.એસ.આઈ. જયદીપસિંહ ઝાલા, નરેન્દ્રસિંહ ઝાલા, તથા પો.હેડ.કોન્સ દશરથભાઈ ચાવડા, રઘુવીરસિંહ જાડેજા, રઝાકભાઈ સોતા, પળથ્વીસિંહ જાડેજા, મયુરસિંહ ઝાલા, ભાવેશભાઈ ચૌધરી, પ્રકાશભાઈ ચૌધરી તથા ડો.મહિપતસિંહ સોલંકી તથા વુ.પો.કોન્સ ચાંદનીબેન દેવડા,વર્ષાબેન ચૌધરીનાઓ જોડાયેલ હતા.(૩૮.૮)
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
