News of Tuesday, 1st April 2025
કોટડાસાંગાણી પાસે કારખાનામાંથી ૬.૪પ લાખની ડાયની ચોરી કરનાર રાજકોટનો દિપક પકડાયો
રૂરલ ક્રાઇમ બ્રાંચે ભેદ ઉકેલી દબોચી લીધોઃ ચોરાઉ માલ ખરીદનાર શખ્સની શોધખોળ

રાજકોટ તા. ૧ :.. કોટડા સાંગાણી પાસે પીપલાણા જીઆઇડીસીના કારખાનામાંથી ૬.૪પ લાખની ડાયની ચોરીનો રૂરલ ક્રાઇમ બ્રાંચે ભેદ ઉકેલી રાજકોટના શખ્સને ઝડપી લીધો હતો.
મળતી વિગતો ગઇ તારીખ ૦૧/૧૨/૨૦૨૪ ના રોજ પીપલાણા જી.આઇ.ડી.સી. ખાતે આવેલ શીવાંસ ટેકનોકાસ્ટ નામના કારખાના માં રાત્રીના સમય દરમ્યાન અજાણ્યા માણસો એ કારખાના માં ઙ્કવેશ કરી અને કારખાના માંથી ચેઇન ગ્રાઇન્ડર મશીન કિ.રૂ.૫,૦૦૦/- તથા એલ્યુમીનીયમ પેટર્ન (ડાય) જેની કિ.રૂ.૬,૪૫,૫૦૦/- મળી કુલ રૂપિયા ૬,૫૦,૫૦૦/- ના મુદ્દામાલની ચોરી થયાની ફરીયાદ થતા
રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક હિમકર સિંહ સદરહુ ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા અંગે સુચના તેમજ માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઈન્સ. વી.વી.ઓડેદરા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફ દ્વારા આજુબાજુના વિસ્તારના સીસીટીવી ફુટેજ ચેક કરવામાં આવેલ તેમજ કારખાનામાં કામ કરતા તમામ માણસોની પુછપરછ કરવામાં આવેલ.
જે દરમ્યાન એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પોલીસ સબ.ઈન્સ. એચ.સી.ગોહીલ એ.એસ.આઇ જયવીરસીંહ સી.રાણા, પો.હેઙકોન્સ, અનીલભાઇ આર.ગુજરાતી ભગીરથસીંહ કે.જાડેજા તથા ધર્મેશભાઇ બાવળીયા તથા પો.કોન્સ. મહીપાલસીંહ એમ. ચુડાસમા નાઓને હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ એનાલીસીસ થી મળેલ માહીતીના આધારે આરોપીઓની વોચ તપાસ દરમ્યાન અરડોઇ -કોટડાસાંગાણી રોડ ઉપર હડમતાળા ગામના પાટીયા પાસેથી દિપક સ.ઓ. ગુલાબભાઇ જેરામભાઇ ભકોળીયા ઉ.વ.૨૬ રહે. હાલ.રાજકોટ નાડોદાનગર ખોખડદળ નદીના કાંઠે લાલભાઇ પારગીના મકાનમાં ભાડેથી તા.જી.રાજકોટ મુળ. ખાંભડા તા.ધાંગધ્રાને પકડી પાડી પુછતાછ કરતા ડાયની ચોરી કર્યાની અને આ ડાય વેચી નાખ્યાની કબુલાત આપતા ચોરાઉ માલ ખરીદનાર શખ્સની શોધખોળ હાથ ધરાઇ છે.
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
