News of Tuesday, 1st April 2025
મોટી પાનેલીમાં આંનદ ઉલ્લાસ અને ભાઈચારા સાથે ઈદનું ઝુલુસ નીકળ્યું
હજારો મુસ્લિમ બિરાદરોએ ઈદની સામુહિક નમાજ અદા કરી ઈદ મુબારક પાઠવી

(અતુલ ચગ દ્વારા) મોટી પાનેલી : તા.ર ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં આજરોજપવિત્ર રમજાન માસ પૂર્ણ થતા ઈદનો ચાંદ દેખાતા ઈદ-ઉલ-ફિત્ર તહેવાર નિમિતે હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ સવારની ઈદની સામુહિક નમાજ અદા કરી એકબીજાને ગળે લગાડી ઈદની મુબારક પાઠવી હતી.
ત્યારબાદ આંનદ ઉલ્લાસ સાથે ઈદનું જુલુસ મોહન નગરથી લઇ બસસ્ટેન્ડ ચોક થી મોહનબાપા ના પૂતળાને હારતોરા કરી શહેરના મુખ્ય માર્ગો માંથી પ્રસાર થઇ મુખ્ય મસ્જિદ પર પહોંચેલ શાંતિપૂર્વક નીકળેલા જુલુસમાં હિન્દૂ મુસ્લિમ ભાઈચારાની ભાવના સ્પષ્ટ જોવા મળતી હતી જુલુસ જ્યાંથી નીકળ્યું ત્યાં ત્યાં તમામ હિન્દૂ ભાઈઓ એ મુસ્લિમ બિરાદરો ને ઈદની મુબારક બાદ પાઠવેલ સાથેજ બસ સ્ટેન્ડ ચોકમાં વિવેકાનંદ વિદ્યાલય ના સંચાલક શ્રી એભાસાહેબ ઓડેદરા દ્વારા તમામ મુસ્લિમ બિરાદરો માટે શેરડીના ઠંડા રસ નું વિતરણ કરવામાં આવેલ જે બદલ મુસ્લિમ સમુદાય દ્વારા આભાર વ્યક્ત કરી અલ્લાહ તાલાને પ્રદેશમાં સદૈવ શાંતિ અને ભાઈચારાની ભાવના કાયમ રહે તેવી દુવા કરેલ જુલુસ માં પાનેલી ઉપરાંત આસપાસ ના વાલાસણ ખારચીયા માંડાસણ ઝાર ગામના મુસ્લિમ ભાઈઓ બહેનો પણ જોડાયા હતા.
પાનેલી આઉટ પોસ્ટ ના જમાદાર જયેશભાઇ દ્વારા પોલીસ બંદોબસ્ત અને ટ્રાફિક નિયંત્રણની સુંદર કામગીરી બજાવવા માં આવેલ જે બદલ મુસ્લિમ સમાજના પ્રમુખશ્રી ઇશાકભાઈ સોરા એ આભાર વ્યક્ત કરતા તમામને ઈદની મુબારક બાદ પાઠવી મુસ્લિમ સમુદાય ને પવિત્ર રમજાન માસમાં અલ્લાહની બંદગી કરવા બદલ અને પવિત્ર રોજા રાખી ગરીબ ગુરબા પ્રત્યે રહેમ દ્રષ્ટિ દાખવવા બદલ સમુદાય ને અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કરેલ.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
