News of Tuesday, 1st April 2025
સૌરાષ્ટ્ર-કચ્છમાં વાદળા છવાયાઃ ખેડૂતોમાં ભારે ચિંતા
વહેલી સવારથી વાતાવરણમાં પલ્ટોઃ જો કે બપોરના સમયે આકરો તાપ

જસદણ પંથકમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને વાદળછાયું વાતાવરણ છવાઇ ગયુ છે. (તસ્વીર : કરશન બામટા -આટકોટ)
રાજકોટ તા. ૧ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે અચાનક હવામાનમાં પલ્ટો આવ્યો છે. અને વાદળછાંયુ વાતાવરણ છવાઇ જતા ખેડૂતોમાં ભારે ચિંતા પ્રસરી ગઇ છે.
આટકોટ
(કરશન બામટા દ્વારા) આટકોટ :.. જસદણ, આટકોટ, વિરનગર, જંગવડ, પાંચવડા, જીવાપર સહિતના વિસ્તારોમાં વાદળા છવાઇ જતા ખેડૂતો ચિંતીત થયા છે. અને પાછોતરા ઘઉંના પાકમાં નુકશાન થવાની ભિતી સેવાઇ રહી છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૮.પ, મહત્તમ તાપમાન ૩૭, ભેજનું પ્રમાણ ૬૭ ટકા, પવનની ગતિ પ કિ. મી. રહી હતી.
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
