<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st April 2025

ભાલપરા ગામના બાળક વિવાનને અત્‍યંત ગંભીર બિમારીઃ ૧૬ કરોડના ઇંજેક્ષનની જરૂર : દાતાઓ હાથ લંબાવે

૧૦ લાખ લોકો માત્ર ૧૦૦-૧૦૦ રૂપિયા આપે તો પણ બાળકને નવી જિંદગી મળવાની આશા

રાજકોટ, તા. ૧ :  ગિર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ભાલપરા ગામનો વિવાન હિતેષભાઇ ચાવડા  ૪ મહિનાનો છે. જે સ્‍પાઇનલ મસ્‍કયુલર એટ્રોફી એસએમએ ટાઇપ-૧ નામની બીમારી સામે લડી રહ્યો છે. આ બિમારી ખુબ જ રેર હોય છે. લાખો -કરોડો બાળકોએ આ બિમારી એકને જોવા મળતી હોય છે આ બિમારી જન્‍મ જાત હોય છે. આ બિમારીમાં ડોકટરના કહેવા પ્રમાણે બાળકનું આયુષ્‍ય ૧૦ થી ૧ર મહિનાનું હોય છે.

પરંતુ જો આ બાળકને જીનથેરાપી આપવામાં આવે તો આ બાળક બચી શકે પરંતુ આ જીન થેરાપી ખુબ જ ખર્ચાળ હોય છે જેમાં જોલજીનમાં નામનું એક ઇન્‍જેકશન આપવાનુ઼ હોય છે જે આશરે ૧૬ કરોડ રૂપિયાનું આવે છે અને અમેરિકાથી મગાવવાનું હોય છે.

અગાઉ ગુજરાતમાં બે બાળકો એ આ જીનથેરાપી લીધેલી છે અને હાલ આ બાળકો તંદુરસ્‍ત જીવન જીવે છે જે થેરાપી અમદાવાદની આરઆરઇસીએન હોસ્‍પીટલમાં ડો. સિધ્‍ધાર્થ શાહ તેમજ તેમની ટીમ દ્વારા આપવામાં આવેલ હતી હાલ આ ૩ માસના વિવાનની સારવાર પછી આરઆઇસીએન હોસ્‍પીટલમાં જ ચાલે છે.

બાળકના વાલીના જણાવ્‍યા મુજબ   આ બીમારીમાં રાજય સરકાર કે કેન્‍દ્ર સરકારની કોઇ ફંડે યોજના હાલ નથી જેથી આ બાળકને બચાવવા માટે તેમના માતા ક્રાઉડફંડ એટલે કે લોકોની મદદથી પૈસા ભેગા કરી રહ્યા છે. સોશ્‍યલ મીડીયાના માધ્‍યમથી તેમના દ્વારા Inpact  નામની એક ક્રાઉન્‍ડ ફંડીંગ કંપનીમાં એકાઉન્‍ટ ખોલાવી પૈસા ભેગા કરી રહ્યા છે. તેમાં જેટલું ફંડ ભેગું થશે તે આ બાળક પાછળ ખર્ચ કરવામાં આવશે.  કદાચ કોઇ કિસ્‍સામાં જેના માટે ફાળો ભેગો કરાતો હોય તે બાળકનું અસ્‍તિત્‍વ ન રહે તો ભેગુ થયેલ ફંડ અન્‍ય જરૂરીયાતમંદ દર્દી માટે ઉપયોગ થઇ શકે તેવી સિસ્‍ટમ છે.

 ફુલ થઇ તો ફુલની પાખડી અહીં આપેલ મ્‍ય્‍ કોડ દ્વારા આપી માનવતાનું ઉદાહરણ આપી આ ફુલ જેવા દિકરા વિવાન ને નવી જીંદગી આપીએ.

ભારત દેશની વસ્‍તી ૧૪૦ કરોડ, ગુજરાત રાજયની વસ્‍તી ૮ કરોડ, જો ખાલી ૧૦ લાખ લોકો ૧૦૦ રૂપિયાનું દાન આપે તો પણ આ બાળકને બચાવી શકીએ.

અને જો કોઇ પ૦૦ કે તેથી વધુ દાન આપે તો કદાચ ર-પ લાખ દાતાઓથી મળી આ બાળક બચી શકે. વધુ માહિતી માટે મો. ૯૯૦૪૧ ર૮૧૧૩

(12:07 PM IST)