તા. ૨૦ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૮ ગુરૂવાર
ખેતી બેંકનો વર્ષ ૨૦૨૪-૨૫નો રૂ.૧૦૩.૧૦ કરોડનો વિક્રમજનક નફો જાહેર કરતા બેંકના ચેરમેન ડોલર કોટેચા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૧: દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને પ્રથમ સહકારીતા મંત્રી અમિતભાઈ શાહના સહકારથી સમળદ્ધિના મંત્રને સાર્થક કરતી ગુજરાતના ખેડુતોની પોતાની બેંક ખેતી બેંકની વડી કચેરીએ બેંકની પ્રણાલિ મુજબ નાણાકિય વર્ષ ૨૦૨૪-૨૫ના અંતિમ દિવસે ૩૧મી માર્ચે યોજાયેલ બોર્ડ મીટીંગમાં બેંકના ડીરેકટરશ્રીઓની ઉપસ્થિતીમાં નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ના વાર્ષિક હિસાબો રજુ કરવામાં આવેલ.
નાણાકીય વર્ષઃ ૨૦૨૪-૨૫ માં બેંકને રૂ.૧૦૩.૧૦ કરોડનો ગ્રોસ નફો જાહેર કરેલ છે. રૂ.૭૨.૦૫ કરોડનો અનઓડીટેડ પ્રોવિઝનલ નેટ નફો જાહેર કરવામાં આવેલ છે. બેંકનું સ્વભંડોળ રૂ. ૬૮૯.૮૮ કરોડ, ધિરાણ રૂ. ૯૭૫.૩૧ કરોડ, થાપણો રૂ. ૨૫૫.૨૦ કરોડ એકત્રિત થયેલ છે. છેલ્લા ત્રણ વર્ષથી બેંકની તમામ શાખાઓ નફો કરી રહી છે અને છેલ્લા ત્રણ વર્ષથી ૦% નેટ એન.પી.એ. ધરાવતી દેશની સૌપ્રથમ બેંક બનેલ છે. બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચાએ બેંકે કરેલ વિક્રમજનક નફા માટે બેંકના કાર્યવાહક મંડળના સદસ્યશ્રીઓ, પ્રતિનિધિ-સભ્યોએ આપેલ સાથ અને સહકાર બદલ આભાર વ્યક્ત કરેલ. બેંક દ્વારા મેળવેલ સિદ્ધિ બદલ બેંકના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓની કામગીરીને બિરદાવેલ અને અધિકારી-કર્મચારીઓનું મોં મીઠું કરાવેલ છે. (તસ્વીરઃ મુકેશ વાઘેલા, જુનાગઢ)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
