ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
દેવભુમી દ્વારકા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ દ્વારા ૩ શખ્સો સામે પાસાની કાર્યવાહી

(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૧: સરકાર અને ડીજીપી ગાંધીનગર તરફથી સુચના બાદ રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા દેવભુમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા ૩ શખ્સો સામે પાસા હેઠળ કાર્યવાહી કરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર રાજેશ એમ. તન્નાએ સરકારશ્રીના અભિગમ મુજબ અસામાજિક ઇસમો કોઇ અઘટીત કળત્ય ન કરે અને સમાજનુ વાતાવરણ શાંતિમય બની રહે તેની તકેદારીના ભાગરૂપે સમાજના વળધ્ધો અને બાળકો સુરક્ષિત રહે અને ભવિષ્યમાં આવા માથાભારે તત્વો લુંટ જેવી ગંભીર પ્રકારની ગુનાહિત પ્રવળતિ કરતા અટકે તેવા હકારાત્મક અભિગમને ગતિશીલ રાખી ત્વરીત નિર્ણય લઇ નીચે જણાવેલ ત્રણેય ઇસમોની પાસા દરખાસ્તના કાગળોનો ઉંડાણપુર્વક અભ્યાસ-અવલોકન કરી પાસા દરખાસ્ત મંજુર કરેલ છે.
પોલીસે જયમલભાઇ ઉર્ફે જયલો સુંડાવદરા (મેર) ઉ.વ.૨૫ રહે. દેગામ, નવાપરા તા.જી. પોરબંદરને વડોદરા મધ્યસ્થ જેલ, સહદેવ જેઠાભાઇ બાપોદરા(ઉ.વ.૨૮) ધંધો લે-વેચ રહે.બગવદર ગામ, રામદેવ યાર્ડની પાછળ તા.જી.પોરબંદરને લાજપોર મધ્યસ્થ જેલ સુરત અને લખમણભાઇ અરભમભાઇ ખુંટી ઉ.વ.રર ધંધો.ખેતી રહે.ખીરસરા ગામ, ટાવરની બાજુમાં તા.કલ્યાણપુર જિ.દેવભુમિ દ્વારકાને સાબરમતી મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે જેલહવાલે કરેલ છે.
આ કામગીરી પો.ઇન્સ. કે.કે.ગોહિલ, પો.ઇન્સ.શ્રી એ.એલ. બારસીયા, પો.સ.ઇ. બી.એમ.દેવમુરારી, પો.સ.ઇ. એસ.વી. કાંબલીયા, નાયબ મામલતદાર નિલેશભાઇ કરમુર (કલેકટર કચેરી), એ.એસ.આઇ. વિપુલભાઇ એમ. ડાંગર, એ.એસ.આઇ. અજિતભાઇ એલ. બારોટ, એ.એસ.આઇ. અરજણભાઇ એન. મારૂ, હેડ કોન્સ. ગોવિંદભાઇ વી. કરમુર, હેડ કોન્સ. ખીમાભાઇ કે. કરમુર, હેડ કોન્સ. લખાભાઇ એમ. પીંડારીયા, પો.કોન્સ. સચીનભાઇ પી. નકુમ, પો.કોન્સ. ક્રિપાલસિંહ એમ. ચૌહાણ, હેડ કોન્સ પુરીબેન આર. સઠીયા, ડ્રા. હે.કો. હસમુખભાઇ બી. કટારાએ કરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
