<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st April 2025

સાવરકુંડલા ખાતે કોમી એકતા અને ભાઈચારાની લાગણી વચ્‍ચે ઇદ ઉલ ફિત્રની ઉજવણી

પીર સૈયદ સરકાર દાદા બાપુ કાદરી ર .અ.ના પોત્રાં અને પોત્રિ. અને પીર સૈયદ સરકાર મુનીર બાપુ કાદરીના દીકરા અને દીકરી સૈયદ નુરાનીબાપુ ઉ.વ.૮ અને માં ફાતમાં નુરમાં ઉ.વ.૬એ એક માસના રોજા રાખ્‍યા

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા : સાવરકુંડલા  ખાતે રમજાન ઇદ ની ઉજવણી કોમી એકતા અને ભાઈ ચારા ની લાગણી વચ્‍ચે યોજાયેલ હતી અને દેશ ની એકતા અખડતા અને પ્રગતિ માટે દુઆ કરવા માં આવી હતી

સાવરકુંડલા રમજાન માસ ના રોજા પૂર્ણ થતાં ની સાથે જ ઇદ ઉલ ફિત્રની મુસ્‍લિમ સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવેલ હતી જેમાં સવારે ૮.૧૫ કલાકે જુમ્‍મા મસ્‍જિદ પાસેથી પીર સૈયદ મુનીર બાપુ. હાજી પીર સૈયદ અબ્‍દુલ કાદરબાપુની આગેવાની માં એક સવારી નીકળી હતી જેમાં જે મુખ્‍ય મુખ્‍ય વિસ્‍તારમાંથી ઇદગાહએ સામૂહિક નમાજના રૂપમાં ફેરવાઈ ગયેલ હતી અને ઇદગાહ એ હજારો મુસ્‍લિમ સમુદાયે એ સામૂહિક નમાજ અદા કરી હતી અને શહેર જિલ્લો રાજ્‍ય અને દેશમાં અમનો અમન શાંતિ ભાઈ ચારો કોમી એકતા જળવાઈ રહે અને દેશ પ્રગતિ તરફ આગળ વધે તેવી દુઆ માંગવામાં આવી હતી.

   આ તકે નાની ઉંમરમા રમજાન માસના આખા મહિના ના રોજા રાખ્‍યા હોય તેવા બાળકોને ઇદ ગાહે  ઈનામ આપવામાં આવેલ હતા.

સાવરકુંડલા નાની ઉંમરમાં બાળકો એ આખા રમજાન

માસ મહિનાના રોજા કર્યા

  સાવરકુંડલા માં નાની ઉંમરમાં  બાળકો એ આખા માસના રોજા રાખી ઇબાદત કરી હતી.     પવિત્ર રમજાન શરીફના મહિનામાં મુસ્‍લિમોને રોજા રાખવા ફરજ હોય છે ત્‍યારે સાવરકુંડલા  સેવાભાવી મુસ્‍લિમ આગેવાન યુસુફભાઈ કુરેશી પેન્‍ટરના પોત્રી અને પોત્રા મહંમદ યાવર મોહસીન કુરેશી ઉ. વ. ૮ અને મું બસીરા મોહસીન કુરેશી ઉ.વ. ૧૧ એ સતત ત્રણ વર્ષથી આખા રમજાન માસના રોજા રાખેલ હતા અને ઇબાદત કરી દુઆ પણ કરવામાં આવી હતી અને ઇદ ગાહે એ આખા માસના રોજા રાખવા બદલ ઈનામ પણ આપવામાં આવેલ હતું. 

(2:10 PM IST)