<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st April 2025

દડવાવાળા રાંદલ માતાના મંદિરે ૧૦૧ વર્ષના ડાયાલાલની સાકરતુલા

રાજકોટઃ જસદણ તાલુકાના મોટા દડવા ખાતે રાંદલ માતાજીના મંદિરે નિખિલભાઇ જોષી દ્વારા ૧૦૧ વર્ષના તેમના પિતાશ્રીની સાકર તુલા કરી પુત્રધર્મ બનાવ્‍યો હતો. કળીયુગમાં ૧૦૦ વર્ષ જીવવું તે ભાગ્‍યશાળી ગણાય છે. ૧૦૧ વર્ષના ડાયાલાલ હરીશંકર જોષી (નિકાલા ગામના નિવૃત શિક્ષક) આખી જીંદગી તેમના પત્‍નિ વિમળાબેન જોષી સાથે બાળકોને શિક્ષણરૂપી જ્ઞાન આપતા રહ્યા. નિત્‍ય પુજા-પાઠ-સંધ્‍યા અનુષ્‍ઠાન કરતા હાલ ૧૦૧ વર્ષ થયેલ છે. રાજકોટમાં બ્રહ્મસમાજ ખાતે જ્ઞાન-જીવન સોસાયટી શેરી નં. ર માં પોતાના નિવાસસ્‍થાને ધર્મમય જીવન જીવી રહ્યા છે. તેમના પુત્ર નિખિલભાઇ (નિવૃત જીઇબી) પણ પિતાની અનુસાર તેમની ઇચ્‍છાઓને પરિપુર્ણ કરી પુત્ર તરીકેની ફરજ બજાવી રહ્યા છે. જેઓએ હાલ જસદણ તાલુકાના મોટા દડવા (રાંદલમાના દડવા) ગામે રાંદલ માતાજીના મંદિરે ૧૦૧ વર્ષના પિતાની સાકર તુલ્લા કરી ધન્‍યતા અનુભવી હતી. 

(2:41 PM IST)