<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st April 2025

સોમનાથ વેરાવળના સુરેશભાઇનું ભુલથી એસિડ પી જતાં મોત

રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં સારવાર દરમિયાન દમ તોડયોઃ બે સંતાને પિતાની છત્રછાંયા ગુમાવી

રાજકોટ તા. ૧: સોમનાથ વેરાવળમાં મોટા કોળીવાસમાં રહેતાં સુરેશભાઇ બાલુભાઇ વાયલુ (ઉ.વ.૩૬) નામના યુવાન ૨૭મીએ એસિડ પી જતાં વેરાવળ સારવાર અપાવી રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ગત સાંજે મૃત્‍યુ થતાં પરિવારમાં શોક વ્‍યાપી ગયો હતો.

બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસે પ્રાથમિક કાર્યવાહી કરી કાગસળો વેરાવળ પોલીસને મોકલ્‍યા હતાં. મૃત્‍યુ પામનાર સુરેશભાઇ બે બહેનના એકના એક નાના ભાઇ હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેઓ ભુલથી એસિડ પી ગયાનું સગાએ જણાવ્‍યું હતું.

(3:05 PM IST)