News of Friday, 4th April 2025
થાનગઢ પંથકમાં ગે. કા. મોતના કૂવા સમા કાર્બોસેલના ખાણોનાં ખાડાઓના કબજેદારોનું લીસ્ટ ડે. કલેકટરે જાહેર કર્યું
ભડુલા (રૂપાવટી) જામવાડી પંથકનાં અધધ ખનીજ ખનન પાછળ મલાઇ ખાનારાં કોણ? CBI જેવી એજન્સી તપાસ કરે તો ગે. કા. કારોબારમાં અનેકનાં હાથ ખુલ્લા પડે !: પ્રમાણિક અધિકારીની કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં ફફડાટ

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા તા. ૪ :.. ચોટીલા પરાંત અધિકારી, અને તાબેના મામલતદારોની ટીમે તાજેતરમાં થાનગઢમાં ભડુલા (રૂપાવટી) જામવાડી માંથી ગેરકાયદેસર કાર્બોસેલના ૨૪૭ કૂવાની ઝડપી પાડયા હતા અને કરોડોના ગે. કા. ખનીજ ખનન માટે જવાબદાર મનાતા કુવાના કબજેદારોની યાદી બહાર પાડી સનસનાટી મચાવી દીધી છે.
કાર્બોસેલના કુવાઓની કબજેદારના નામ અને સર્વે નંબર ર બજેદારના નામ અને સર્વે નંબર સાથે યાદી જાહેર કરતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.
થોડા દિવસો પૂર્વે ચોટીલા પ્રાત એચ. ટી. મકવાણા, મામલતદાર પી. બી. જોષી, નિલેશ પટેલ તથા તેઓની ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના રૂપાવટીનાં ભડુલા અને જામવાડી ગામે સીમ વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજચોરી અંગે સરપ્રાઈઝ ચેકીંગ હાથધરી ૨૪૭ જેટલા ગેરકાયદેસર કાર્બોસેલના કુવા પરથી ઝાલાવાડની ઐતિહાસિક ખનીજચોરી ઝડપી પાડી હતી અને કુવાની ઉંડાઈ તેમજ માપણી બાદ રૂા. ૧૨૩ કરોડની કિંમતના કાર્બોસેલનું ગેરકાયદેસર ખનન ઝડપી પાડેલ હતું
આ દરોડામાં તંત્ર એ સ્થળ પરથી ચરખીઓ ૧૫૮ , ડિઝલ મશીન ૪૦, બકેટ ,પમ્પીંગ મોટર ૯૮, ટ્રેકટર ૭,૧ ટ્રોલી પાચ બોક્ષ ડીટોનેટર સાથે હજારો ટન કાર્બોસેલ (કોલસા) નો જથ્થા સહિતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી જે મામલે ચોટીલા પ્રાંત અધિકારી સહિતની ટીમે થાન તાલુકાના જામવાડી અને ભડુલા વિસ્તારની ખાનગી સર્વેની જમીનોમાં ચાલતા ગેરકાયદેસર કાર્બોસેલના કુવાઓની કબ્જેદારના નામ અને સર્વે નંબર સાથેની એક યાદી જાહેર કરતા ભુમાફીયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
થાનગઢનાં જામવાડી ગામે આવેલા ખાનગી સર્વે. નં માં આવેલા કોલસાનાં કુવા (ખાડા) ના કબ્જેદારોમાં
અરજણભાઈ જાગાભાઈ અલગોતર, હીરાભાઈ વિઠ્ઠલભાઈ અલગોતર, દેવકરણભાઈ રણછોડભાઈ અલગોતર, સેલાભાઈ માંડણભાઈ ભરવાડ, રણુભાઈ દાનાભાઈ ભરવાડ, હિરાભાઈ દેવાભાઈ ભરવાડ, હિરાભાઈ દેવાભાઈ ભરવાડ, બાયાબેન કાળાભાઈ ભરવાડ વિ., જેતીબેન ખોડાભાઈ ભરવાડ વિ., ગાંડાભાઈ જોધાભાઈ અલગોતર, કિશોરભાઈ ડાયાભાઈ જાદવ, મનુબેન આલાભાઈ તે વા/ઓ જીવણભાઇ મેઘાભાઈ અલગોતર, સોમાભાઈ રવજીભાઈ કોળી, સોમાભાઈ રવજીભાઈ કોળી, સમજુબેન વરશીંગભાઈ કોળી વિ., જીવુબેન પોપટભાઈ ભરવાડ વિ., વાલીબેન મીઠાભાઈ ભરવાડ, વાલીબેન મીઠાભાઈ ભરવાડ, કેશુભાઈ પોપટભાઈ કોળી, ખુશાલભાઈ પોપટભાઈ કોળી, કરણભાઈ જલાભાઈ અલગોતર, બાબુભાઈ દેવાભાઈ કોળી, મીણાબેન ડુંગરભાઈ કોળી, મીણાબેન ડુંગરભાઈ કોળી, જમનાબેન મંગાભાઈ કોળી વિ., જમનાબેન મંગાભાઈ કોળી વિ., જમનાબેન મંગાભાઈ કોળી વિ. છે.
જયારે (ભડુલા વિસ્તારનાં ક્બ્જેદારો), ખુશાલભાઈ મીઠાભાઈ હરિજન, દિનેશભાઈ હિરાભાઈ અલગોતર, અરવીંદભાઈ પોપટભાઈ કુંભાર વિ.કુલ-૧૩, હરીભાઈ વામભાઈ શિયાળીયા, રમેશભાઈ માલાભાઈ ભરવાડ છે.
(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
