News of Friday, 4th April 2025
લખતરમાં રાતે અઢી વાગ્યે ઘરેથી નીકળી ગયેલી હિરલબેનનું ‘હિટ એન્ડ રન'માં મોત
લખતર બસ સ્ટેશન પાસે બનાવઃ ગંભીર હાલતમાં રાજકોટમાં દમ તોડયોઃ એંજાર સાસરૂ ધરાવતી પરિણીતા કેટલાક દિવસથી માવતરે આવી હતીઃ મગજ ભમતો હોવાથી નીકળી ગયાનું પિતાનું કથન

રાજકોટ તા. ૪: સુરેન્દ્રનગરના લખતરના બસ સ્ટેશન પાસે મોડી રાતે હિટ એન્ડ રનના બનાવમાં એક પરિણીતાનું મોત થયું છે. જાણવા મળ્યા મુજબ ધ્રાંગધ્રાના એંજાર ગામે સાસરીયું ધરાવતી હિરલબેન ખુમાનભાઇ ડાભી (ઉ.વ.૨૬) નામાની પરિણીતા કેટલાક દિવસથી લખતર સરકારી ગોડાઉન પાસે રહેતાં પિતા બળદેવભાઇ થારેસાના ઘરે રોકાવા માટે આવી હતી. અહિથી ગત રાતે અઢી વાગ્યે તે ઘરેથી નીકળી ગયા બાદ લખતરના બસ સ્ટેશન પાસેના રોડ પર કોઇ વાહનનો ચાલક ઠોકરે લઇ ભાગી ગયો હતો.
હિરલબેનને ગંભીર ઇજા થતાં લખતર, સુરેન્દ્રનગર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ સવારે દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ચંદ્રસિંહ ઝાલા, તોૈફિકભાઇ, ભાવેશભાઇ, ધર્મેન્દ્રભાઇએ લખતર પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર હિરલબેનના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં એક પુત્ર છે. પતિ ખેત મજૂરી કરે છે. હિરલબેનને કેટલાક સમયથી મગજ ભમતો હતો. આ કારણે તેણી રાતે કોઇની જાણ બહાર ઘરેથી નીકળી ગઇ હતી અને કોઇ વાહન અકસ્માતમાં તેનું મૃત્યુ થયું હતું. તેમ વધુમાં તેણીના પિતાએ જણાવ્યું હતું. લખતર પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. (
(12:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
